કચ્છઃ સવારથી જ સમગ્ર રાજ્યમાં ઠંડા (Weather of Gujarat Today) પવન અનુભવાઈ રહ્યા છે. તો આગામી દિવસોમાં પારો હજુ પણ 3થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પવનની ઝડપ પણ વધશે તેવી શકયતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો દિવસભર લોકો ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળી રહ્યા છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 15 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક જિલ્લાઓમાં ઠંડીનું(Gujarat Weather Report) પ્રમાણ દિવેસેને દિવસે વધી રહ્યું છે.
16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે
રાજ્યમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો(Unseasonal Rain in Gujarat) આવશે. 18થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું(Non Seasonal Rain in Gujarat) પડી શકે છે. 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ ઠંડીના(Cold Temperature in Gujarat) પ્રમાણમાં પણ ઘટાડો નોંધાશે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
શિતમથક નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગે જણાવ્યું કે(Meteorological Department in Gujarat) આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં(Temperature Single Digit in Gujarat) પહોંચ્યું હતું અને આજનું લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
મહાનગરો | તાપમાન |
અમદાવાદ | 09.06 |
ગાંધીનગર | 08.00 |
રાજકોટ | 09.07 |
સુરત | 14.02 |
ભાવનગર | 10.04 |
જૂનાગઢ | 12.00 |
બરોડા | 11.02 |
નલિયા | 04.02 |
ભુજ | 09.06 |
કંડલા | 12.08 |