કચ્છઃ રાજ્યના તાપમાનમાં છેલ્લાં ચાર દિવસોથી નોંધપાત્ર ફેરફાર નોંધાઈ (Gujarat Weather Report)રહ્યો છે મહત્તમ તાપમાનનો પારો પણ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો હતો પરંતુ આજે ગરમીના પ્રમાણમાં આંશિક રાહત (Gujarat weather forecast )જોવા મળી હતી. રાજ્યના શહેરોમાં 33 ડિગ્રીથી 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજના દિવસે રાજ્યમાં ગરમીનું પ્રમાણ અગાઉની સરખામણીએ ઘટ્યું છે. આજે રાજ્યના મહાનગરોમાં(Heat wave in Gujarat ) તાપમાનનો પારો 33 ડિગ્રી પાર પહોંચ્યો હતો. હવામાનમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યના જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી ઘટાડો નોંધાયો છે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Report : તાપમાનમાં 1 ડિગ્રીનો આવ્યો તફાવત, કેટલાક જિલ્લામાં હીટવેવની શક્યતા
ભારે તાપના કારણે બફારો અનુભવાશે - રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરેમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યા છે. ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
આ પણ વાંચોઃ જાણો રાજ્યના જિલ્લાઓમાં કેટલું છે ગરમીનું પ્રમાણ
શહેરોમાં મહત્તમ તાપમાન 33થી 41 ડિગ્રી નોંધાયું - રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન રાજકોટમાં 41.6 ડિગ્રી ત્યાર બાદ જૂનાગઢમાં 41.0 ડિગ્રી ત્યાર બાદ અમદાવાદ ખાતે 40.7 ડિગ્રી, બરોડા ખાતે 40.1 ડિગ્રી, ગાંધીનગર ખાતે 39.8 ડિગ્રી, ભાવનગર ખાતે 39.5 ડિગ્રી, ભુજ ખાતે 39.7 ડિગ્રી, કંડલા ખાતે 38.1 ડિગ્રી, નલિયા ખાતે 37.0 ડિગ્રી, તો સુરત ખાતે 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 40.7 |
ગાંધીનગર | 39.8 |
રાજકોટ | 41.6 |
સુરત | 33.8 |
ભાવનગર | 39.5 |
જૂનાગઢ | 41.0 |
બરોડા | 40.1 |
નલિયા | 37.0 |
ભુજ | 39.7 |
કંડલા | 38.1 |