ETV Bharat / state

GSRTC Kutch Depot: કોરોના અને કડકડતી ઠંડીની અસર, કચ્છ ST વિભાગને દૈનિક 5 લાખનો ફટકો

કોરોનાના (Corona In Gujarat) કારણે કચ્છ ST વિભાગ (GSRTC Kutch Depot)ને દૈનિક 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 75 ટકા સાથે બસો દોડાવવામાં આવી રહી છે. કોરોના વધતા લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

GSRTC Kutch Depot: કોરોના અને કડકડતી ઠંડીની અસર, કચ્છ ST વિભાગને દૈનિક 5 લાખનો ફટકો
GSRTC Kutch Depot: કોરોના અને કડકડતી ઠંડીની અસર, કચ્છ ST વિભાગને દૈનિક 5 લાખનો ફટકો
author img

By

Published : Jan 13, 2022, 3:15 PM IST

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) શરૂ થઈ ચુકી છે. સમગ્ર રાજ્યની સાથોસાથે કચ્છમાં પણ પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ (Corona In Gujarat) વધી રહ્યું છે ઉપરાંત છેલ્લાં એક અઠવાડિયાથી કચ્છમાં પડી રહેલી કડકડતી ઠંડીના (Cold in Gujarat) લીધે લોકો જરૂરિયાત વગર પરિવહન કરવાનું ટાળી રહ્યા છે. આની અસર ST બસો પર પડતી જોવા મળી રહી છે.

લોકો જરૂરિયાત વગર પરિવહન કરવાનું ટાળી રહ્યા છે. આની અસર ST બસો પર પડતી જોવા મળી રહી છે.

ખાનગી બસોના પ્રવાસીઓ હવે ST બસો તરફ પાછા વળ્યા

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (Gujarat State Road Transport Corporation)ના કચ્છ ST ડિવિઝનની દૈનિક આવક (Daily income of Kutch ST Division)માં આ કારણોના લીધે 5 લાખનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ડીઝલના ભાવ (Rise in diesel prices In Gujarat) વધતા ખાનગી બસના મુસાફરો ST બસો તરફ પાછા વળ્યા છે. છેલ્લાં એક વર્ષથી ડિઝલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હોવાના કારણે તેની અસર ખાનગી બસ સહિતના વાહનોના ભાડા પર પણ પડી છે. ખાનગી વાહનોના ભાડામાં થઈ રહેલા સતત વધારાના પગલે પ્રવાસીઓ ફરીથી એસટી બસમાં પરિવહન કરી રહ્યા છે. અગાઉ ખાલી દોડતી STની બસોમાં હવે પ્રવાસીઓની ખીચોખીચ ભીડ જોવા મળતી હોય છે.

આ પણ વાંચો: Precaution Dose in kutch 2022 : કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

દૈનિક ટ્રાફિકમાં 30 ટકાનો ઘટાડો

જો કે, કોરોનાની ત્રીજી લહેરને પગલે સરકારી નિયંત્રણો (Corona Guidelines Gujarat) કડક બનતા એસટી બસોમાં 75 ટકા મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. કચ્છ ST ડિવિઝનના દૈનિક ટ્રાફિક (Daily traffic of Kutch ST Division)માં હાલમાં 30 ટકા જેટલો ઘટાડો અને આવકમાં 5 લાખ જેટલો ઘટાડો નોંધયો છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ હાડ થીજવતી ઠંડી ઉપરાંત કમુર્તાને લીધે STમાં મુસાફરો ઘટતા આવકમાં પણ મોટું ગાબડું પડ્યું છે.

સરકારી ગાઈડલાઈન પ્રમાણે મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે

કચ્છ STના વિભાગીય નિયામક વાય.કે.પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છ STના દૈનિક ટ્રાફિકમાં હાલમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે. કોરોનાનું સંક્રમણ અને ઠંડીના લીધે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોઈ દૈનિક આવકમાં 5 લાખ જેટલો ઘટાડો નોંધાયો છે. ST બસોમાં સરકારી ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને બેસાડવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ ST મથકોએ પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Covid19 Containment Zone in Kutch : રાપર અને ભચાઉના 4 ગ્રામીણ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.