ETV Bharat / state

ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ, જૂઓ ETV BHARATનો અહેવાલ

ભુજ શહેરમાં ઘણી બધી જગ્યાએ મુખ્ય રસ્તાઓની હાલત ખરાબ છે. ખાસ કરીને કલેકટર ઓફિસ, ટાઉન હોલ, બસ સ્ટેશન વિસ્તાર, પોશ એરીયા તેમજ મંગલમ ચાર રસ્તા પાસેના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે.

ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ
ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ
author img

By

Published : Mar 31, 2021, 7:04 PM IST

  • સ્થાનિકો ખાડા ટેકરાવાળા રસ્તાથી પરેશાન
  • શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની હાલત ખરાબ
  • કલેક્ટર ઓફિસ તથા ટાઉનહોલ જેવા મુખ્ય જાહેર માર્ગની સ્થિતિ પણ ખરાબ

કચ્છઃ જિલ્લાના ભુજ શહેરમાં કેટલાય વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. કલેકટર ઓફિસ પાસેના જાહેર માર્ગમાં વર્ષોથી ઉંચા નીચા લેવલના રસ્તા આવેલા છે અને કલેક્ટર ઓફિસ તથા ટાઉનહોલની બરોબર સામે જ ખાડા ટેકરાવાળો રસ્તો છે. અહીંથી નિયમિત પસાર થતા લોકોને આ રસ્તાના લેવલ તથા ખાડા-ટેકરાની ઘણા વર્ષોથી ફરિયાદ છે અને આ માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે.

ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ
ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ

હંગામી બસ સ્ટેશન રોડ પર ખરાબ રસ્તાને લીધે સર્જાય છે ટ્રાફિક

આ ઉપરાંત શહેરના મંગલમ ચાર રસ્તા કે જ્યાં બાજુમાં થોડા અંતરે જ હંગામી ધોરણે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ત્યાં પણ મંગલમ સર્કલ પાસે ખરાબ રસ્તાને લીધે ST બસોને આવવા-જવા માટે તકલીફ પડે છે અને ટ્રાફિક પણ સર્જાય છે. આ મંગલમ સર્કલ પાસે વર્ષમાં એકવાર ખોદકામ કરવામાં આવે છે અને સમારકામ કરવામાં આવે છે, ત્યારે આ રસ્તા પર અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિકોને કરવો પડે છે.

ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ
ભુજ શહેરના રસ્તાઓની હાલત ખરાબ

આ પણ વાંચોઃ ગીરસોમનાથનો હેરાનગતિભર્યો પ્રવાસ, જુઓ Etv ભારતનો વિશેષ અહેવાલ...

શહેરના પોશ વિસ્તારોના માર્ગોની પરિસ્થિતિ અત્યંત ખરાબ

શહેરના પોશ વિસ્તારોના માર્ગોની પરિસ્થિતિ પણ અત્યંત ખરાબ છે. રઘુવંશી નગરથી અન્ય શ્રીમંત વિસ્તાર, સીમંધર સીટી અને ત્રિમંદિર તરફ જતા રસ્તા એક બાજુથી અમુક જગ્યાએ બેસી ગયા છે તથા રસ્તામાં ખાડાઓ પણ ઘણા છે. આ માર્ગો પર અવર-જવર પણ વધારે હોય છે. ક્યારેક તો સામે ગાડીઓ પણ આવી ચડતી હોય છે. આમ તો આ ડબલ પટ્ટી રોડ છે, પરંતુ ખાડા ટેકરાઓને લીધે વન-વે બની ગયો છે.

આ પણ વાંચોઃ પોરબંદર અને કુતિયાણા તાલુકામાં રૂપિયા 9 કરોડ 95 લાખના ખર્ચે 6 રસ્તા બનશે

રસ્તાની વચ્ચે ગટરના ઢાંકણાથી રસ્તાઓમાં વચ્ચે-વચ્ચે ખાડા

આ ઉપરાંત શહેરના જૂના બસ સ્ટેશન પાસે તથા શહેરના છઠ્ઠીબારી રીંગરોડ રસ્તાની વચ્ચે જ ગટરના ઢાંકણા અને ચેમ્બરો આવેલી છે, તથા ઘણા બધા ખાડાઓ પણ ઘણા વર્ષોથી છે. ત્યારે ભુજ શહેરના લોકોની એક જ રજૂઆત છે કે, નગરપાલિકાની નવનિર્મિત બોડી દ્વારા આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તથા જરુર જણાય તો નવા પાકા માર્ગો તૈયાર કરવામાં આવે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની હાલત ખરાબ

રૂપિયા 34 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવશે

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું કે, નવા રોડ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થવા પર છે. તેમજ આવનારા દિવસોમાં રૂપિયા 34 કરોડના ખર્ચે ભુજમાં તમામ ડામર રોડ તૈયાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.