ETV Bharat / state

Gift of Bhuj development works: 2022માં ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને મળશે અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ - એન્વાયર્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા

ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું. જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે અને 56 ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે. ત્યારે 2021માં ભુજમાં અનેક વિકાસના કાર્યો થયા ત્યારે 2022માં પણ ભુજ નગરપાલિકા દ્વારા(Bhuj Municipal Corporation ) નગરજનોને અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ મળશે (Gift of Bhuj development works )તેવો દાવો ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કર્યો છે.

Gift of Bhuj development works: 2022માં ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને મળશે અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ

author img

By

Published : Dec 24, 2021, 2:50 PM IST

Updated : Jan 1, 2022, 2:11 PM IST

કચ્છઃ કચ્છનું પાટનગર એટલે ભુજ લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. અગાઉ ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે અને 56 ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે. ત્યારે 2021માં ભુજમાં અનેક વિકાસના કાર્યો થયા ત્યારે 2022માં પણ ભુજ નગરપાલિકા (Bhuj Municipal Corporation ) દ્વારા નગરજનોને અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ મળશે (Gift of Bhuj development works ) તેવો દાવો ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કર્યો છે, ત્યારે આ પાટનગરને મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી પણ ઉઠી છે.

ભુજમાં અનેક વિકાસના કાર્યો થશે જેમાં અનેક જોવાલાયક સ્થળોનો પણ ઉમેરો થશે

હાલ ભુજ વશહેરનાં જોવાલાયક મુખ્ય સ્થળોમાં કચ્છ મ્યુઝિયમ,હમીરસર તળાવ,જમાદાર ફતેહમામદનું ખોરડું, છતરડી,સ્વામીનારાયણ મંદિર,દરબાર ગઢ, આયના મહેલ, ત્રિમંદિર,ટપકેશ્વરી,ભુજિયો ડુંગર,ખેંગારજી પાર્ક, લખોટો (રાજેન્દ્ર બાગ), દાદાદાદી પાર્ક, હિલ ગાર્ડન,રુદ્રમાતા,સુરલભીટ્ટ,રામકુંડ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે આવનારા 1 વર્ષમાં ભુજમાં અનેક વિકાસના કાર્યો થશે જેમાં અનેક જોવાલાયક સ્થળોનો પણ ઉમેરો થશે.

વિકાસના કાર્યોની ગિફ્ટ

2022ના ઉનાળામાં ભુજની જનતાને એકાંતરે પાણી મળશે

ભુજમાં હાલ તમામ વોર્ડમાં પાયાગત સુવિધાઓ તો ઉપલબ્ધ જ છે પાણીની વાત હોય, ગટરની વાત હોય કે પછી રોડ લાઇટની વાત હોય તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તથા રોડ રસ્તાની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં રોડ રીપેરીંગ તથા નવા રોડ બનાવવા માટેના કાર્યો પણ કરવામાં આવશે. ઉપરાંત 2022ના ઉનાળામાં ભુજની જનતાને એકાંતરે પાણી મળશે. ભુજ શહેરમાં 35 કરોડના ખર્ચે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે શિવકૃપાનગર તથા નવી રાવલવાડી ખાતે ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે.

8 કરોડના ખર્ચે હમીરસર તળાવની સુંદરતા

ભુજની સ્થપના લઈને અત્યારસુધીમાં ભુજે અનેક કુદતી આપતીનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ ,અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચુક્યો છે.જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહિ થાય અને આજે ભુજ 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે. ત્યારે ભુજના હૃદય સમાન હમીરસર તળાવની સુંદરતાનું કાર્ય પણ 8 કરોડના ખર્ચે 2022માં પૂર્ણ થઈ જશે. જેના ભાગરૂપે મહાદેવ નાકાથી રામધૂન સુધી હમીરસરની પાળી ઉપરાંત ફૂટપાથને આવરી લેતી દીવાલ બનાવવામાં આવશે, જેથી ફૂટપાથ ઉપર લારી ગલ્લાવાળા દ્વારા દબાણોની સમસ્યા નહીં રહે. જે ફૂટપાથ ઉપર પ્રવાસીઓને આકર્ષવા બેઠક વ્યવસ્થા, લાઈટિંગ સહિતનું કામ કરવામાં આવશે.

2 કરોડના ખર્ચે મંગલમ ચાર રસ્તાથી લેકવ્યુ હોટલનું થશે beautification

ઉપરાંત મંગલમ ચાર રસ્તાથી લેકવ્યુ હોટલ સુધી પણ પ્રવાસીઓને આકર્ષવા 2 કરોડના ખર્ચે beautificationનું કાર્ય કરવામાં આવશે. હમીરસર પાસેના સત્યનારાયણ મંદિરથી રામકુંડ સુધી જવા માર્ગ બનાવવામાં આવશે. જે માર્ગ હમીરસરની આવ ઉપર બનેલા પુલિયા સાથે જોડી દેવામાં આવશે, જેમાં પણ બેઠક વ્યવસ્થા ઉપરાંત લાઈટિંગનું કામ થશે.રઘુનાથજીનો આરો અને પાવડી પણ આવરી લેવાશે રામ મંદિર પાસે હમીરસર તળાવ પૂરેપૂરું ભરાયું કે નહીં તેની નિશાનીઓ સાથે બનેલા રઘુનાથજીના આરા અને પાવડીમાં પણ સુશોભન કરાશે.

હમીરસર તળાવની આસપાસના વિસ્તારનું થશે વિકાસ

રાજાશાહીના વખતમાં બનેલા ક્રિષ્નાજી પુલ ઉપરની દીવાલો જર્જરિત થઈ ગઈ છે, જેથી તેની સંપૂર્ણ કાયાપલટ કરવામાં આવશે.ખેંગારબાગ અને તેની અંદર આવેલા બાલ ભવન ઉપરાંતે જોડિયા સ્મૃતિબાગમાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. છતરડીવાળા તળાવના અડધા ભાગને ફરતે વોક વે બન્યું છે. જે બિલકુલ જર્જરિત અને ચાલવા લાયક રહ્યું નથી, જેમાં આકર્ષક ફેરફાર કરવામાં આવશે.ઈદગાહથી રાજેન્દ્ર બાગ સુધી તળાવની દીવાલ ચણાશે ઈદગાહથી રાજેન્દ્ર બાગ સુધી તળાવની અંદર નીચેથી ઉપર સુધી દીવાલ છે. જે જૂની થઈ ગઈ છે, જેથી ભવિષ્યમાં જાનહાનિની ભીતિને ટાળવા દીવાલને પુન: ચણવામાં આવશે.

દેશલસર તળાવનું પણ 2022માં beautification કરવામાં આવશે

શહેરના ભીડ નાકા પાસે આવેલ દેશલસર તળાવનું પણ 2022માં beautification કરવામાં આવશે.નગરપાલિકા દ્વારા એન્વાયર્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા સંસ્થાને તળાવના beautificationનું કાર્ય સોંપાયું છે જેમાં ભુજ નગરપાલિકાને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે. અને આ એનજીઓ દ્વારા હાલમાં તળાવમાંથી ઝેરી વનસ્પતિ જળકુંભી દૂર કરીને beautificationનું કાર્ય થઈ રહ્યું છે અને 2022માં શહેરને નવા તળાવની ગિફ્ટ મળશે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું.

ભુજ નગરપાલીકાની નવી ઈમારત 5.25 કરોડના ખર્ચે બનાવવામાં આવશે

નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,2001ના ધરતીકંપ પછી ભુજ નગરપાલિકાની ઈમારત જર્જરિત હતી અને આ ઇમારતનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે જેનું કામ પણ હાલ હાથમાં લેવાઈ ગયું છે. ભુજ નગરપાલીકાની નવી ઈમારત 5.25 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.ઉપરાંત ભુજના જૂના બસ સ્ટેશન પાસે ઓફિસો અને દુકાનો આવેલી છે ત્યાં વર્ષોથી કોમ્પલેક્ષ બનાવવાની વાત ચાલી રહી હતી. અત્યારે અહીઁ નવું ST વર્કશોપ બની રહ્યું છે.આ પ્રોપર્ટી નગરપાલીકાની હતી પરંતુ સીટી સર્વેમાં ચડેલી ના હોવાથી કરેલ દરખાસ્તો પાછી આવતી હતી. પરંતુ હવે દરખાસ્તો સુધારી ફરીથી સીટી સર્વેમાં આ પ્રોપર્ટી ચડાવવામાં આવશે.

2022માં 11 વિકાસના કાર્યો કરશે એવો દાવો નગરપતિએ કર્યો

આ ઉપરાંત ભુજ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં પણ ભુજ શહેરમાં 12.5 કરોડના વિકાસના કાર્યો ચાલુ છે. 2022માં માત્ર 5 નહીં પરંતુ 11 એવા વિકાસના કાર્યો કરવાનો દાવો કર્યો હતો જેની નોંધ ભુજના દરેક નગરજન લેશે અને ભુજના નાના કાર્યકર અને નગરપતિ તરીકે તેમને યાદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા

આ પણ વાંચોઃ Radhe Shyam Trailer Release : પ્રભાસે 40,000 'ડાર્લિંગ્સ' વચ્ચે કર્યું ટ્રેલર લોન્ચ

Last Updated : Jan 1, 2022, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.