ETV Bharat / state

ભુજના આશાપુરા મંદિરમાં ઘટસ્થાપના સાથે નવરાત્રિનો થયો રંગેચંગે શુભારંભ

કચ્છના ભુજમાં આવેલા આશાપુરા માતા મંદિરમાં વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. નવ દિવસ નવરાત્રિની (Navratri Festival) શરૂઆત કળશની સ્થાપના અથવા તો ઘટસ્થાપનાથી કરવામાં આવે છે. તેવામાં આશાપુરા મંદિરે ઘટસ્થાપન (ashapura mata mandir kutch) સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે.

ભુજના આશાપુરા મંદિરમાં ઘટસ્થાપના સાથે નવરાત્રિનો થયો રંગેચંગે શુભારંભ
ભુજના આશાપુરા મંદિરમાં ઘટસ્થાપના સાથે નવરાત્રિનો થયો રંગેચંગે શુભારંભ
author img

By

Published : Sep 26, 2022, 10:41 AM IST

ભુજ આદ્યશક્તિની આરાધના વિશેષ નવરાત્રિ પર્વની શાસ્ત્રોકત રીતે આરાધનાર્થે ભુજ આશાપુરા મંદિર ખાતે (ashapura mata mandir kutch) પૂજારી જનાર્દન દવેએ વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન (ghatasthapana at ashapura mata mandir kutch) કર્યું હતું. નવ દિવસ નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના (kalash sthapana navratri 2022) અથવા તો ઘટ સ્થાપનાથી કરવામાં આવે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે. ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન સાથે નવરાત્રિ પર્વનો (Navratri Festival) પ્રારંભ થયો છે.

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ (Navratri Festival) રહેલું છે. શારદીય નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના (Navratri Festival) આ પવિત્ર દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, નવરાત્રિની નવ તિથિ એવી છે, જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. નવરાત્રિના શુભ અવસર પર મોટાભાગના લોકો નવો ધંધો શરૂ કરે છે અથવા નવા ઘરમાં પ્રવેશ કરે છે.

વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કરવામાં આવ્યું

નવરાત્રિના પહેલાં દિવસે માતાજીનું સ્થાપન કરાય છે નવરાત્રિની ઉજવણીમાં (Navratri Festival) મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરવામાં (ghatasthapana at ashapura mata mandir kutch) આવે છે. ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખે છે. નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂનાં જવારા વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલાં દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે.

ઘટસ્થાપન સમયે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા શાસ્ત્રો અનુસાર, કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં (kalash sthapana navratri 2022) આવે છે. એવું માનવામાં આવે છે કે, બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે. નવરાત્રિ પૂજામાં (Navratri Festival) કળશ એ સંકેત છે કે, પૂજામાં કળશ દ્વારા તમામ દેવીદેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. ભુજ ખાતે આશાપુરા મંદિરે (ashapura mata mandir kutch) પૂજારી જનાર્દન દવે દ્વારા પરંપરાગત તેમજ વર્ષો જુની ધાર્મિક વિધિ મુજબ ઘટસ્થાપન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

મંદિરમાં ઘટસ્થાપના
મંદિરમાં ઘટસ્થાપના

કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે નવરાત્રિમાં કળશની સ્થાપના (kalash sthapana navratri 2022) સાથે એક દંતકથા જોડાયેલી છે. આ કથા અનુસાર, શ્રી હરિવિષ્ણુ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા. તેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે. આ જ કારણ છે કે, ઘરના કોઈ પણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા કળશ સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે, કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખસમૃદ્ધિ આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.