કચ્છમાં હાલે સ્થિતી અત્યંત ખરાબ થઈ છે. દર્દીઓ માટે સરકારી કે ખાનગી કોઈપણ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર માટેની જગ્યા નથી. પરંતુ આરોગ્ય તંત્રના દાવા સબ સલામત હોવાનું કહી રહયા છે.
ભૂજના આગેવાન અને ગીતબેનના ભાઈ જયમલભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગીતાબેન હાલે ભૂજમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત સારી છે.કચ્છમાં સરકારી ભૂજ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કશ્યમ બુચ સહિત અન્ય 7 મેડિકલ તબીબો પણ ડેન્ગ્યુમાં સપડાઈ ચુકયા છે. બીજી તરફ કચ્છના ગામ અને શહેરોમાં ડેગ્યુંના અસંખ્યા કેસ નોંધાઈ રહયા છે. આરોગ્ય તંત્ર જાગૃતિ પર ભાર મુકીને પોતાની કામગીરી થઈ રહયાનો દાવો કરી રહયું છે. પરંતુ હકકીત એ છે કે, તંત્ર નિષ્કળ અને પ્રજા ભગવાન ભરોસે ડેન્ગ્યું સામે લડી રહી છે.