ETV Bharat / state

સરકાર સહાય નહીં ચૂકવે તો દરરોજ 5000 પશુઓને છોડવાની ચિમકી, પાંજરાપોળ સંચાલકોમાં રોષ - Maldhari Community Protest

કચ્છમાં ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને છોડી (Gaushala Panjrapole released cattle) મૂકાયા છે. ત્યારે મોટા ભાગના પશુધન તો સરકારી કચેરીઓમાં પહોંચી ગયા હતા. સરકારે 500 કરોડ રૂપિયાની સહાય ન ચૂકવતા ગૌશાળા સંચાલકોએ (government announcement for gaushala) આ પગલું ભર્યું હતું.

સરકાર સહાય નહીં ચૂકવે તો દરરોજ 5000 પશુઓને છોડવાની ચિમકી, પાંજરાપોળ સંચાલકોમાં રોષ

author img

By

Published : Sep 24, 2022, 4:04 PM IST

કચ્છ સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત (government announcement for gaushala) કરી હતી. તેમ છતાં આ સહાય ન ચૂકવાતા હવે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો રોષે (Gaushala Panjrapole released cattle) ભરાયા છે. ત્યારે જિલ્લામાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને (Gaushala Panjrapole released cattle) ખૂલ્લા મૂકી દેવાયા છે. તેના કારણે આ પશુઓ ફરતા ફરતા સરકારી કચેરીઓમાં પહોંચી ગયા હતા. આથી અહીં અફરાતફરી મચી હતી.

મામલતદાર કચેરીમાં 500 ઢોર છોડવાની ફરજ પડી

મામલતદાર કચેરીમાં 500 ઢોર છોડવાની ફરજ પડી અખિલ ગૌ શાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સોંદરવાએ જણાવ્યું હતું કે, ગાયો માટે યોજના બહાર પાડી, પરંતુ તે યોજનાને અમલી ન કરાતા પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલીરૂપ થઈ ગયું છે. સરકારને 23 તારીખનું અલ્ટીમેટમ અપાયું છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. એટલે નાછૂટકે આજે ભુજની મામલતદાર કચેરીમાં (kutch mamlatdar ) 500 ઢોર છોડવાની ફરજ પડી છે.

પાંજરાપોળ સંચાલકોમાં રોષ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં 1.25 લાખ જેટલા પશુઓનો ગૌશાળા પાંજરાપોળમાં નિભાવ થઈ રહ્યો છે. જો સરકાર માગ નહીં સ્વીકારે તો દરરોજ 5,000 જેટલા પશુઓ કચ્છના દરેક તાલુકાના ગામોમાં છોડવામાં આવશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે. આજે ભુજમાં એરોપ્લેન સર્કલથી મામલતદાર કચેરી (kutch mamlatdar) સુધી પશુઓ સાથે લઈને ચક્કાજામ કરાયો હતો.

પાંજરાપોળ સંચાલકોની ચિમકી
પાંજરાપોળ સંચાલકોની ચિમકી

પાંજરાપોળ સંચાલકોની ચિમકી ગૌશાળા પાંજરાપોળોમાં પશુોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની (government announcement for gaushala) માગણી કરી હતી. ત્યારે સરકારે બજેટમાં 500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. અત્યારે 6 મહિના પછી પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કરી સરકાર સામે (government announcement for gaushala) બાંયો ચડાવી (Maldhari Community Protest) છે.

સમગ્ર ગુજરાત બંધનું એલાન (Gujarat Bandh Call) પણ આપી સરકારને 24 કલાકમાં સહાય ચૂકવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું અને નહીં આપે તો તમામ ઢોરોને પાંજરાપોળ ગૌશાળાઓમાંથી છોડી સરકારી કચેરીઓમાં પૂરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે આજે વહેલી સવારે તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી પશુઓને છોડી મૂકાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.