ETV Bharat / state

Gau Mata Poshan Yojana: બજેટમાં જાહેર કરાયેલી મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાને કચ્છના ગૌપ્રેમીઓએ આવકારી - કચ્છમાં ગૌશાળા

કચ્છની સૌથી મોટી ગૌશાળા ગણાતી સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળના ટ્રસ્ટી કૈલાશ ગોસ્વામીએ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના વિશે Etv Bharat સાથે વાતચીત કરી હતી. ગૌશાળાઓને આ જાહેરાતથી તમામ ગૌપ્રેમીઓને ગૌસેવા (Gau Mata Poshan Yojana) કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.

Gau Mata Poshan Yojana: બજેટમાં જાહેર કરાયેલી મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાને કચ્છના ગૌપ્રેમીઓએ આવકારી

author img

By

Published : Mar 5, 2022, 6:26 AM IST

કચ્છ: ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ (Gujarat Budget 2022)માં મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ (Gau Mata Poshan Yojana) યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત 500 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ યોજનાને કચ્છના રાતા તળાવ ખાતે આવેલી સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા આવકારવામાં આવી છે.

મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાને સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા આવકારવામાં આવી.

કોરોનાકાળમાં દાન મળતું બંધ થઈ ગયું હતું

ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. સાથે જ નાણાં પ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી. કોરોનાકાળ (Corona In Gujarat)માં ગૌસેવા કરતી સંસ્થાઓને દાન પણ મળતું બંધ થઈ ગયું હતું.

કચ્છની સૌથી મોટી ગૌશાળાના ટ્રસ્ટીએ શું કહ્યું?

કચ્છની સૌથી મોટી ગૌશાળા (Gaushala In Kutch) ગણાતી સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળના ટ્રસ્ટી કૈલાશ ગોસ્વામીએ Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગૌશાળાઓ અને પાંજરાપોળ છે જે ગૌવંશ રસ્તા પર રખડે છે તેને સહારો આપવાનું કામ આવી સંસ્થાઓ કરતી હોય છે. છેલ્લાં 2 વર્ષથી ચાલતા કોરોનાકાળમાં આવી સંસ્થાઓને દાન પણ મળતું બંધ થઈ ગયું હતું, જેથી કરીને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

આ પણ વાંચો: Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટની જોગવાઈને લોકોએ આવકારી પરંતુ અમલ અંગે શંકા

સહાય આપવા માટે અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી

કોરોનાકાળમાં જ્યારે કોઈ નવા ગૌવંશને ગૌશાળામાં રાખવા માટેનો સમય આવતો ત્યારે સંસ્થાને ઘણો ખચકાટ અનુભવાતો હતો. ત્યારે ગૌશાળા ચલાવતી સંસ્થાઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ જિલ્લા તેમજ રાજ્ય સ્તરની ગૌસેવા સંસ્થાઓએ સરકારને વિનંતી કરી કે જે સંસ્થાઓ નિરાધાર ગૌવંશને સહારો આપે છે તેમને સહાય કરવી અનિવાર્ય છે અને સરકારે પણ આ મુદ્દાની નોંધ લીધી અને વર્ષ 2022-23 માટેના બજેટમાં મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી. આ જાહેરાતથી તમામ ગૌપ્રેમીઓને ગૌસેવા કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે.

આ પણ વાંચો: Cattle roaming the cities: ભાવનગરમાં રખડતાં ઢોર પાછળ કરોડોનો ખર્ચો કર્યો પણ સમસ્યા ત્યાંની ત્યાંજ

ગૌશાળા ચલાવતી સંસ્થાઓએ સરકારનો માન્યો આભાર

નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી (Maintenance Of Panjrapole In Gujarat) માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે. આ ઉપરાંત નાણાં પ્રધાને નિરાધાર રસ્તા પર રખડતા પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી. આ નિર્ણયો ખરેખર સરાહનીય છે. આ જાહેરાતથી તમામ ગૌપ્રેમીઓને ગૌસેવા કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે. ગૌવંશ માટેની આ મહત્વની 2 જાહેરાતોને ગૌશાળા ચલાવતા સંસ્થાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.