અમદાવાદ: એક તરફ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે કેટલીક ટ્રેન સેવાને અસર પડી છે, બીજી તરફ રેલવેની માળખાકીય સુવિધા વધારવાના કારણે પણ મુસાફરોને આંશિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનોને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય કરાયો છે.
બે ટ્રેનોના રૂટ બદલાયા: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝન હેઠળના લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કામને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનો: 19 જાન્યુઆરી.2024ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનના રૂટમાં અયોધ્યા કેન્ટ અને અકબરપુરનો સમાવેશ નહીં થાય, જ્યારે 20 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનના રૂટ પર અયોધ્યા કેન્ટનો સમાવેશ નહીં થાય.
રેલવે વિભાગનો આગ્રહ: રેલવે વિભાગ તરફથી મુસાફરોને આગ્રહ કરવામાં આવ્યો છે કે, આ ટ્રેનોના રૂટ અને સ્ટોપેજન લઈને કરાયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે તેમજ ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાનો આગ્રહ કર્યો છે.