ETV Bharat / state

G20 Delegates in Kutch : જી20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટ સભ્યો સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે, સંદેશમાં શું લખ્યું જૂઓ - વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ

ગુજરાતમાં જી20 બેઠકોનો બીજો તબક્કો યોજાયો છે. જેમાં આવેલા વિદેશી ડેલીગેટને ગુજરાતના મહત્ત્વના સ્થળોની મુલાકાત કરાવી અનેકવિધ પરિચય કરાવવામાં આવી રહ્યાં છે. કચ્છના ભુજમાં સ્થિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે જી20ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગના સદસ્યો આવ્યાં હતાં. જેઓએ અહીંની સાતેય ગેલેરી નિહાળી હતી.

G20 Delegates in Kutch : જી20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટ સભ્યો સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે, સંદેશમાં શું લખ્યું જૂઓ

author img

By

Published : Apr 1, 2023, 7:18 PM IST

Updated : Apr 1, 2023, 8:19 PM IST

સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત

કચ્છ : ગુજરાતમાં જી20 બેઠકો યોજાઇ રહી છે તેમાં આવેલા ડેલીગેટને ગુજરાતના પ્રવાસન સ્થળોએ મુલાકાત કરાવી વિવિધ માહિતીનો સાગર પીરસવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં 30 માર્ચથી 1 એપ્રિલ સુધી યોજાયેલી જી20ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગના સદસ્યો માટે પણ ટૂરનું આયોજન કરાયું છે. જેને લઇને વર્કિંગ ગ્રુપ મીટિંગના સભ્યો 1 એપ્રિલે કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે આવી પહોંચ્યાં હતાં.

ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી : જી20ના પ્રતિનિધિઓ‌ સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટના પ્રતિનિધિઓએ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. ગુજરાત ભૂકંપ 2001ના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની જી20ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ફિલ્ડ વિઝીટના ભાગરૂપે મુલાકાત લીધી હતી. કચ્છની ધરા પર પધારેલા ડેલિગેટસ સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું અને પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો G20 Summits: ગુજરાતના ગાંધીનગરમાં બીજી ETWG મીટિંગનું આયોજન

મ્યૂઝિયમ નિર્માણનો હેતુ જણાવાયો : GSDMAએ વતી રાજા ભટ્ટાચાર્યે સમિટમાં પધારેલા ડેલીગેટસને મ્યૂઝિયમ નિર્માણ વિશેની તથા અન્ય આકર્ષણો વિશેની માહિતી આપી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમમાં જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝની પ્રતિનિધિઓએ નિહાળી હતી. સ્મૃતિવન મેમોરિયલ નિહાળીને પ્રતિનિધિશ્રીઓએ ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં જી-20ના સભ્યોને ભૂકંપનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

જી-20ના સભ્યોને ભૂકંપનો અનુભવ કરાવવામાં આવ્યો

બધી ગેલેરીની મુલાકાત લીધી : આ સાથે પ્રતિનિધિઓએ સ્મૃતિવનમાં મ્યૂઝિયમની કુલ સાત ગેલેરી જેમાં પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુન:નિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ નિહાળીને દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા, આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો‌ મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કલા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ડેલિગેટ્સ એ નિહાળી હતી. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણો વીડિયોના માધ્યમથી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો G20 Meeting : ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ યોજાશે, વિદેશી ડેલિગેટ માટે થઇ આ વ્યવસ્થાઓ

કચ્છી વસ્તુઓની ખરીદી કરી : વિદેશી ડેલિગેટ્સએ કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. અંતિમ‌ ગેલેરીમાં ભવિષ્ય માટે સંદેશ લખીને ડેલિગેટ્સએ ભાવપૂર્વક કચ્છના 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદેશી ડેલિગેટ્સ વિલ્યા ખીમએ પોતાના ભવિષ્યના સંદેશમાં લખ્યું હતું કે "આપણે ભૂતકાળના આપદાના અનુભવો પરથી શીખ મેળવીને ભવિષ્યની આપદાઓનું જોખમ નિવારી શકીએ છીએ". વિદેશી ડેલિગેટ્સએ કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી.

Last Updated : Apr 1, 2023, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.