કચ્છ: સમગ્ર કચ્છમાં જનતા કરફ્યૂનો ખૂબ જ સરળ રીતે પ્રતિસાદ મળ્યો છે, ત્યારે આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમકુમાર કન્નરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોએ ખરેખર સુંદર પ્રતિસાદ આપ્યો છે, તે અભિનંદનને પાત્ર છે. આ જે રીતે લોકોએ 1 દિવસનો જનતા કરફ્યૂ રાખ્યો છે. તે જ રીતે આગામી 15 દિવસ સુધી આ લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવા સહિતની આરોગ્યલક્ષી સૂચનાઓ છે, તેનું પાલન કરવામાં આવશે, તો વૈશ્વિક મહામારી કોરોનાને આપણે નાથી શકીશું.
આ વાઇરસ માટે સાવચેતી અને જાગૃતિ જ સૌથી મોટો ઉપાય છે, ત્યારે લોકોએ જેટલી સાવચેતી જાગૃતિ અને સહિયારો સંકલ્પ દેખાડ્યો છે. એવી જ રીતે આગામી 15 દિવસ સુધી લોકોએ પોતાની જવાબદારી સમજીને દેશ માટે, ઘર માટે, સમાજ માટે, પોતાના પરિવાર માટે સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.