- આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા કલેક્ટર દ્વારા આદેશ
- મામલતદાર, PI, ભૂજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
- ફળના ભાવ બાંધણા મુજબ પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી
કચ્છ : ભૂજમાં 12મી મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેને લઈને અમુક વેપારીઓમાં કચવાટ છે. પરંતુ તે વચ્ચે ભૂજમાં ખાસ કરીને પ્રમુખ સ્વામી નગર વિસ્તારોમાં જાહેરનામાનું પાલન થાય છે કે કેમ, તેની ચકાસણી માટે મામલતદાર, PI, ભૂજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મીની લોકડાઉનના પાલન સંદર્ભે પેટ્રોલિંગ કરી ચેકિંગ કરાયું હતું.
આ પણ વાંચો : મોરબીમાં મીની લોકડાઉનની અમલવારી કરાવવા જિલ્લા SP દ્વારા ફૂટ પેટ્રોલિંગ
પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં મુલાકાત લેવામાં આવીપ્રાંત અધિકારીની સૂચના અનુસાર, પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી. સાથે-સાથે SMSના પ્રોટોકોલ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના પાલન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરનામા મુજબ કોઈ બિનજરૂરી દુકાનો ખુલ્લી છે કે નહિ તે હેતુસર સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. તથા ફળના ભાવ બાંધણા મુજબ પાલન થાય છે કે, કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.આ પણ વાંચો : નડિયાદમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગપોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું કોરોનાની ગાઈડ લાઈનની પાલન કરવું જેથી સંક્રમણ થતું અટકાવી શકાયમીડિયા સાથે વાતચીત કરતા મામલતદારે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ સંપૂર્ણપણે કોરોનામુક્ત થયા નથી. જ્યારે પોતાનો વારો આવે ત્યારે વેક્સિન લઈ લેવી અને ચુસ્તપણે કોરોનાની ગાઈડ લાઈનની પાલન કરીએ જેથી સંક્રમણ થતું અટકાવી શકાય.