રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે આ 16 કિમીના કામોનું ખાતમુહર્ત કરાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના મોવડીઓએ સ્વીકાર્યું હતું કે, મોડું જરૂર થયું હશે, પરંતુ યોગ્ય રજૂઆતોનો પડઘો અંતે પડ્યો ખરા... આ સાથે જ ગુણવતા જળવાય અને વર્ષો સુધી ચાલે તેવું કામ થાય તેવી પણ ટકોર કરી હતી.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય પણ હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે, ખાસ કિસ્સાઓમાં મંજૂક કરાયેલા રસ્તાઓના કામ માટે ઘણા સમયથી લોકોની લાગણી અને માગણી હવે પૂર્ણ થઇ છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે આ અગત્યનો માર્ગ છે. આ માર્ગને પ્રવાસીઓ પસંદ કરતા ડિઝલ અને પેટ્રોલની સાથે સમયનો પણ બચાવ થાય છે.
આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ લોકોની સમસ્યાઓનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું અને હિન્દુ-મુસ્લિમ ધર્મસ્થાનને જોડતા આ માર્ગની કામગીરીની મંજૂરી બદલ સરકારનો પણ આભાર માન્યો હતો.