કચ્છઃ પાટનગર ભુજમાં આવેલા દેશળસર તળાવને જળકુંભી વેલનો અજગરી ભરડો લાગ્યા બાદ અંતે નગરપાલિકાએ આ વેલને દૂર કરવાની કામગીરી આદરી છે. આ મુદ્દે નારાજગી અને વિરોધ વ્યક્ત કરનાર નગરપાલિકાના વિરોધ પક્ષે આ મુદ્દે પાલિકાની ટીમ કામગીરીના નામે દેખાડો કરતું હોવાનું અને પૈસાનું પાણી થશે તેઓ આક્ષેપ કર્યો હતો.
ભુજના દેશળસર તળાવને જળકુંભીથી મુક્ત કરવા પ્રયત્ન શરૂ ભુજના દેશળસર તળાવ કચ્છના રાજવી દેશળજીના નામે બંધાયું હતું. ભુજના હૃદય હમીસર તળાવ છે. તેમ આ દેસર તળાવ શહેરનો નાક ગણાય છે પણ લાંબા સમયથી આ તળાવમાં ગટરનું પાણી ભરાયા છે. દુકાળના સમયે પણ આ તળાવ ભરેલું રહે છે. એક વખત વિરોધ પક્ષ દ્વારા આ તળાવ ગટરના પાણીથી છલકાઈ જવાથી વધાવીને શાસક પક્ષ પર મોટો કટાક્ષ પણ કરાયો હતો, આ વખતે થોડા સમયથી આ તળાવમાં જળકુંભી વેલ ઉગી નીકળી છે. ધીમે ધીમે સમગ્ર તળાવમાં આ વેલ ફેલાઈ છે અને હાલ તળાવમાં અજગરી ભરડો લીધો છે. વિપક્ષે તેને દૂર કરવાની માગ કરી હતી. નગરપાલિકા જળકુંભીને દૂર કરવાની કામગીરી શરૂ કરતા વિપક્ષ શાસક પક્ષ સામે દેખાડાના આક્ષેપ કર્યા છે.
ભુજના દેશળસર તળાવને જળકુંભી માંથી મુક્ત કરવા પ્રયત્ન શરૂ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે પાલિકા એ અગાઉ પણ વિરોધ કર્યો હતો. હવે શાસકો 7.75 લાખનું કામ શરૂ કરી દેવાયું છે પાંચ લોકો કામ કરી રહ્યા છે. કામ શરૂ કરવા સમયે સત્તાધીશો ફોટા પડાવી લીધા પછી હવે આ કામગીરી ધીમી થઇ ગઈ છે. વરસાદની સિઝનમાં નવા પાણી આવશે તો કામ બંધ થઈ જશે.
બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ સાથે સમગ્ર તળાવને વેલથી દૂર કરાશે એક વર્ષ સુધી જવાબદારી સાથે આ કામગીરી અપાય છે. આ રીતે સમગ્ર તળાવ સ્વસ્થ કરાશે ઊંડા પાણીમાંથી આધુનિક સાધનો સાથે વેલ દૂર કરાશે, ફોટોગ્રાફી સાથે સમગ્ર અહેવાલ તૈયાર કરાશે, સમય ચોક્કસ લાગ્યો છે પણ જવાબદારી સાથે કામગીરી માટે કોઇ તૈયાર ન થવાથી સમય લાગ્યો છે. પણ હવે કોન્ટ્રાક્ટર દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવતા હવે આ કામગીરી આદરી દેવાઇ છે. આગામી 8 દિવસમાં આ કામ પૂરું કરી દેવાશે વરસાદ વચ્ચે પણ કામગીરી ચાલુ રહેશે તેવુ તેમને જણાવ્યું હતું.