ETV Bharat / state

કચ્છમાં બાઈક પૂરજોશમાં ન ચલાવવા બાબતે જૂથ અથડામણ, પોલીસે 5 આરોપીને કર્યા રાઉન્ડ અપ - બે જૂથ વચ્ચે ઝઘડો

કચ્છમાં નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગઈકાલે રાત્રે ગામની શેરીમાં 2 જૂથ વચ્ચે અથડામણ (Fights between two groups) થઈ હતી. ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાંથી બાઈક ચલાવવાના મુદ્દે બંને જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો અન્ય જૂથના યુવકે બાઈક ચલાવતા યુવકને ઠપકો આપતા વાત વણસી હતી. ત્યારે ઉશ્કેરાયેલા આ યુવકે કુલ્હાડીથી હુમલો (Attack) કર્યો હતો. અત્યારે પીડિતને ભૂજની હોસ્પિટલમાં (Bhuj General Hospital) દાખલ કરાયો છે. પોલીસે ઘટનાસ્થળે આવીને જૂથ અથડામણને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ કચ્છના એસ.પી.એ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

કચ્છમાં બાઈક પૂરજોશમાં ન ચલાવવા બાબતે જૂથ અથડામણ, પોલીસે 5 આરોપીને કર્યા રાઉન્ડ અપ

author img

By

Published : Nov 26, 2021, 10:37 AM IST

Updated : Nov 26, 2021, 1:47 PM IST

  • નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ
  • લગ્નપ્રસંગ હોવાથી બાઈક ધીમું હાંકવા મુદ્દે થઈ જૂથ અથડામણ
  • અન્ય જૂથના યુવકે બાઈક ચલાવતા યુવકને ઠપકો આપતા વાત વણસી હતી

કચ્છઃ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગઈકાલે રાત્રે ગામની શેરીમાંથી બાઈક ચલાવવા મુદ્દે 2 જૂથ સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ (Fights between two groups) હતી. એક જૂથના યુવકે અન્ય જૂથના યુવકને બાઈક ચલાવવા મુદ્દે ઠપકો આવતા મામલો વણસ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા યુવકે કુલ્હાડીથી હુમલો (Attack) કર્યો હતો. ત્યારબાદ બંને જૂથ સામસામે આવી જતા સ્થિતિ ગંભીર બની હતી. આખરે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જૂથ અથડામણને (Fights between two groups) કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પોલીસે 5 આરોપીને રાઉન્ડ અપ (Round up) પણ કર્યા હતા. આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ ગામમાં વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી. જોકે, પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અન્ય જૂથના યુવકે બાઈક ચલાવતા યુવકને ઠપકો આપતા વાત વણસી હતી

સ્થિતિ વણસતા બંને જૂથના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા

આ અંગે મળતી માહિતી અનુસાર, કોટડા જડોદર ગામમાં શેરીમાં લગ્નપ્રસંગ સમયે બાઈક ચલાવવા મુદ્દે 2 જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. તે દરમિયાન એક યુવકે અન્ય યુવક પર કુલ્હાડીથી હુમલો કર્યો હતો. આ મામલાના કારણે સ્થિતિ વણસી જતાં બંને જૂથના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હુમલા બાદ અન્ય જૂથના લોકોના ટોળાએ મોડી રાત્રે ગામના વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી. તો ઈજાગ્ર્સત યુવકને વધુ સારવાર માટે ભૂજની હોસ્પિટલ (Bhuj General Hospital) લઈ જવાયો હતો. અત્યારે પોલીસે ગામમાં SRPના જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Tight policing) ગોઠવી રાખ્યો છે. આ સમગ્ર મામલાના કારણે શાળાઓ અને ગામ થોડા દિવસ બંધ રાખવામાં આવ્યું છે. બીજી તરફ અત્યારે ગામમાં પરિસ્થિતિ અંકુશમાં છે.

લગ્નપ્રસંગ હોવાથી બાઈક ધીમું હાંકવા મુદ્દે થઈ જૂથ અથડામણ

પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી (DySP), સુપરિન્ટન્ડન્ટ ઓફ પોલીસ (SP), આઈજી (IG) સહિતના ઉચ્ચ અધિકારીઓ અડધી રાત્રે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો આ બનાવ અંગે મોડી રાત્રે 5 આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે પાંચેય આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા.

પાટીદાર સમાજના વ્યક્તિ પર કરાયો જીવલેણ હુમલો

કોટડા પાટીદાર સમાજના મહામંત્રી શાંતિલાલ નાકરાણીએ આ હુમલાની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઈ કાલે ભરત પટેલ પર જીવલેણ હુમલો થયો છે. તેમાં પાટીદાર સમાજ અને કોટડા જડોદરના તમામ જ્ઞાતિના લોકો સાથે છે. ગઈકાલે સમાજમાં એક લગ્ન પ્રસંગ હતો અને દરેક જ્ઞાતિજનો સાથે હતાય તે દરમિયાન આરોપીઓ 2થી 3 વખત શેરીમાંથી પૂરજોશમાં બાઈક ચલાવતા નજરે પડ્યા હતા. ત્યારબાદ પીડિત ભરત પટેલ અને અન્ય સમાજના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમ છતાં આરોપી માન્યો નહીં અને થોડા જ સમયમાં તે અન્ય 4-5 લોકોને લઈ આવ્યો હતો. આ તમામ લોકોએ ભરતભાઈના માથા પર જીવલેણ હુમલો કર્યો હતો. અત્યારે ભરતભાઈ ભૂજની હોસ્પિટલમાં (Bhuj General Hospital) દાખલ છે.

પોલીસ તાત્કાલિક પગલા લે તેવી પાટીદાર સમાજની માગ

આ અંગે મળતી માહિતી અનુસાર, આ હુમલાના આરોપીઓ સામે અગાઉ પણ 3થી 4 ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ ધાક ધમકી, બાઈક પૂરજોશમાં ચલાવી કોઈ વ્યક્તિને ફગાવી દેવું, ગેરકાયદે સર્વિસ સ્ટેશન ઊભું કરવું વગેરેની ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આરોપીઓ સામે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જો આ બનાવમાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો દરેક સમાજના સંગઠનો, પાટીદાર સમાજ, હિન્દુ સંગઠન સાથે મળીને આગળના પગલાં ભરશે તેવું પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું.

અન્યને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ

આ ઘટના અંગે પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંહે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યુવક પર કુલ્હાડીથી હુમલો થયો હતો. તેના પક્ષના લોકોએ હુમલો કરનારાના ઘરે જઈ તોડફોડ કરી હુમલો કર્યો હતો. સાથે જ વાહનોને આગ લગાવી હતી. પોલીસે સમયસર આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ફરિયાદીઓની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આજુબાજુના ગામમાંથી લોકોએ આવીને ગામના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેબિનો પાસેના ટાયરને આગ લગાવી હતી. આ બનાવ અંગે જે યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. તે પક્ષની એક ફરિયાદ નોંધવામાં આવી છે. તથા 5 લોકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે અને અન્યને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ SPએ ખોટી અફવા ન ફેલાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો- ભુજમાં કુકમા ગામના ખુની ખેલના બે આરોપીની ધરપકડ, દારૂ વેચાણની બાતમીમાં કરી હતી હત્યા

આ પણ વાંચો- મોરબીના શહેરમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસ કર્મીઓ પર જ કર્યો હુમલો

Last Updated : Nov 26, 2021, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.