ETV Bharat / state

ભુજની બજારોમાં તહેવારોની ભીડ, કોરોનાની માર્ગદશિકાનું સરેઆમ ઉલ્લંઘન - Bhuj markets

કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિમાં બજારમાં ખરીદી માટે ભીડ પણ વધી રહી છે. બજારમાં તહેવારોની ખરીદીમાં લોકો કોરોનાને ભૂલી ગયા છે. ભુજ વાણીયાવાડ બજારમાં લોકો ભય વગર, માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જોવા મળી રહ્યા છે.

Social distance
Social distance
author img

By

Published : Nov 6, 2020, 7:22 PM IST

  • કોરોનાની મહામારી વચ્ચે બજારમાં તહેવારોની ભીડ
  • ભુજના લોકો કોરોનાને ભૂલ્યા
  • કોરોનાની ગાઈડલાઈનના નિયમોનો સરેઆમ ભંગ

ભુજઃ કોરોના મહામારીને પગલે ગાઇડલાઇનના આધારે અનલોકની પરિસ્થિતિમાં તહેવારો નજીક આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારીને પગલે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિને પગલે બજારમાં જોઈએ તેવી ઘરાકી અને માગ હજુ જોવા મળી નથી. પરંતુ, જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા સહિતના કામ માટે બજારમાં આવતા લોકો હવે કોરોનામુક્ત થઈ ગયા હોય તેમ ભય વગર ફરતા જોવા મળી રહ્યા છે અને કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.

ભુજની બજારોમાં તહેવારોની ભીડ, કોરોનાની માર્ગદશિકાનું સરેઆમ ઉલ્લંઘન

તહેવારો બાદ પરિસ્થિતિ સુધરવાની આશા

ભુજ વાણીયાવાડ બજાર સમિતિના ઉપપ્રમુખ અનવર નોડેએ જણાવ્યું કે, દિવાળીના તહેવારો બાદ સ્થિતિ સુધરવાની આશા છે. આપણે હજી કોરોનાની મહામારીમાંથી મુક્ત થયા નથી. ગ્રાહકોની સાથે વેપારીઓ પણ માર્ગદર્શિકાનો અમલ કરે તે જરૂરી છે. વેપારીઓ દ્વારા માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

લોકોમાં જાગૃતા જરૂરી

એક ગૃહસ્થે જણાવ્યું કે, લોકો માસ્ક સાથે ચોક્કસ જોવા મળે છે. પરંતુ, માસ્ક નાકથી નીચે તરફ પહેરેલું હોય છે. જેનો કોઈ અર્થ રહતો નથી. સામાજિક અંતર ક્યાંય જોવા મળતું નથી. આ પરિસ્થિતિમાં કોરોના મહામારી વધુ વકરી શકે છે. ત્યારે લોકોએ જાગૃતિ સાથે જરૂરિયાત પ્રમાણે બહાર નીકળવું જોઈએ. આ ઉપરાંત લોકોએ પણ સાવચેતી અને સુરક્ષા માટે વધુ જાગૃત થવું જોઈએ તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.