ETV Bharat / state

ચક્ષુદાનથી બે વડિલોના જીવનનું અંધારૂ થયું દુર, જાણો ભૂજનો કિસ્સો

કચ્છ: મૃત્યુ પછી ચક્ષુદાન કરીને કોઈના જીવનના અંધારા દુર કરવાનો સંદેશ હંમેશા તમે સાંભળ્યો હશે. પણ આ જ અપીલ થકી બે વડિલોની રોશની પરત આવી છે. આ શકય બન્યું તેનો વિશ્વાસ જ ન હતો. ભૂજમાં અદાણી સમુહ દ્વારા સંચાલિદત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે વયોવૃધ્ધ દર્દીઓની આંખમાં દાનમાં આવેલા ચક્ષુ બેસાડાયા હતા.

Kutch
author img

By

Published : Aug 9, 2019, 11:33 AM IST

નેત્ર પ્રત્યારોપણ સાથે નવદ્રષ્ટિ મેળવનાર સદભાગી દર્દીઓમાં ભુજના જવાહરનગર ગામના 80 વર્ષીય નાથીબેન રબારી અને મુંદ્રાના ટુન્ડા નજીક આવેલી ભોપાવાંઢના 68 વર્ષિય લખમીરભાઈ રબારીનો સમાવેશ થાય છે. હોસ્પિટલના નેત્ર નિષ્ણાત ડૉ. લક્ષ્મીબેન આહીરે જણાવ્યું કે, બંને દર્દીઓની આંખમાં ગત રવિવારે એક જ દિવસે કીકીનું સફળતાપૂર્વક પ્રત્યારોપ (કેરેટોપ્લાસ્ટી) કરવામાં આવ્યું હતું. નાથીબેને અન્યત્ર આંખનું ઓપરેશન કરાવ્યા પછી છેલ્લાં બે વર્ષથી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી.

જી.કે.જનરલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા નવી કીકી બેસાડવાની આવશ્યકતા જણાઈ હતી. સદભાગ્યે અનુરૂપ કીકી પ્રાપ્ય બનતા પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ભોપાવાંઢના લખમીરભાઈ કીકી પીગળવાની (કોર્નિયલ મેલ્ટીંગ) ગંભીર પ્રકારની કહી શકાય તેવી પરિસ્થિતિનાં કારણે દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા હતા. ખાનગી તબીબોએ તેમને સારવાર માટે અમદાવાદ જવાની સલાહ આપી હતી. પરંતુ, પરિવારજનો તેમને જી.કે.માં લઇ આવ્યા અને અહીં તેમને નવદ્રષ્ટિ પ્રાપ્ત થઈ.

આથમતી જિંદગીએ જીવન સંધ્યાનો નઝારો માણવાના બદલે અચાનક ઘોર અંધકારમાં ઘેરાઈ ગયેલાં બંને વડીલોએ નવદ્રષ્ટિ સાથે જાણે નવજીવન મેળવ્યું છે. નાથીબેને કહ્યું કે, ‘ડૉક્ટરોએ મને સારુ થઈ જશે તેવું આશ્વાસન આપેલું. આજે હું જોઈ શકું છું. જેનો જશ આ નવા જમાનાના ભણતરને છે.’ બંને દર્દીને આંખની રોશની પુન:પ્રાપ્ત થઈ તેનો યશ મૃત્યુ પછી ચક્ષુદાન કરનારની ઉદાર ભાવનાને જાય છે. ડૉક્ટરોએ અપીલ કરતા જણાવ્યું કે, વધુમાં વધુ ચક્ષુદાન કરવું તે સમયની જરૂરિયાત છે.

Intro: મૃત્યું પછી ચક્ષુદાન કરીને કોઈના જીવનના અંધારા દુર કરવાનો સંદેશ હંમેશા તમે સાંભળ્યો હશે. પણ આ જ અપીલ થકી બે વડિલોની રોશની પરત આવી અને તેઓ માત્ર એટલું જ બોલી શકયા છે આ શકય બન્યું તેનો વિશ્ર્વાસ જ નહોતો ભૂજમાં અદાણી સમુહ દ્વારા સંચાલિદત જી. કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે વયોવૃધ્ધ દર્દીઓની આંખમાં દાનમાં આવેલા ચક્ષુ બેસાડાયા હતા.
Body:
નેત્ર પ્રત્યારોપણ સાથે નવદ્રષ્ટિ મેળવનાર સદભાગી દર્દીઓમાં ભુજના જવાહરનગર ગામના 80 વર્ષિય નાથીબેન રબારી અને મુંદરાના ટુન્ડા નજીક આવેલી ભોપાવાંઢના 68 વર્ષિય લખમીરભાઈ રબારીનો સમાવેશ થાય છે. હોસ્પિટલના નેત્ર નિષ્ણાત ડૉ. લક્ષ્મીબેન આહીરે જણાવ્યું કે, બંને દર્દીઓની આંખમાં ગત રવિવારે એક જ દિવસે કીકીનું સફળતાપૂર્વક પ્રત્યારોપ(કેરેટોપ્લાસ્ટી) કરવામાં આવ્યું હતું. નાથીબેને અન્યત્ર આંખનું ઓપરેશન કરાવ્યા પછી છેલ્લાં બે વર્ષથી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. જી.કે.જનરલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા નવી કીકી બેસાડવાની આવશ્યકતા જણાઈ હતી. સદભાગ્યે અનુરૂપ કીકી પ્રાપ્ય બનતા પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ભોપાવાંઢના લખમીરભાઈ કીકી પીગળવાની (કોર્નિયલ મેલ્ટીંગ) ગંભીર પ્રકારની કહી શકાય તેવી પરિસ્થિતિનાં કારણે દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા હતા. ખાનગી તબીબોએ તેમને સારવાર માટે અમદાવાદ જવાની સલાહ આપી પરંતુ પરિવારજનો તેમને જી.કે.માં લાવ્યા અને અહીં તેમને નવદ્રષ્ટિ પ્રાપ્ત થઈ. આથમતી જિંદગીએ જીવન સંધ્યાનો નઝારો માણવાના બદલે અચાનક ઘોર અંધકારમાં ઘેરાઈ ગયેલાં બેઉ વડીલોએ નવદ્રષ્ટિ સાથે જાણે નવજીવન મેળવ્યું છે. નાથીબેને કહ્યું કે, ‘ડૉક્ટરોએ મને સૌ સારું થઈ જશે તેવું આશ્વાસન આપેલું. આજે હું જોઈ શકું છું. એનો જશ નવા જમાનાના ભણતરને છે.’ બંને દર્દીને આંખની રોશની પુન:પ્રાપ્ત થઈ તેનો યશ મૃત્યુ પછી ચક્ષુદાન કરનારની ઉદાર ભાવનાને જાય છે. ડૉક્ટરોએ અપીલ જણાવ્યું કે, વધુમાં વધુ ચક્ષુદાન કરવું એ સમયની જરૂરિયાત છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.