ETV Bharat / state

કચ્છમાં લાખો હેકટર દાડમના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોએ કલેકટરને કરી રજૂઆત - Loss of millions to Kutch pomegranate crop

કચ્છ જિલ્લામાં ઓછા પાણી અને ઓછા ખર્ચે દાડમની ખેતી તરફ વળેલા હજારો ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કચ્છમાં ખેડૂતોને પાકના વાવેતરમાં સૌથી વધુ નુકસાન થયાની ફરિયાદ સાથે ખેડૂતો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મંગળવારે ભુજ ખાતે હજારોની સંખ્યામાં આવેલા કેટલાક આગેવાનોએ તંત્રને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી હતી.

etv bharat
કચ્છમાં લાખો હેકટર દાડમના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોએ કલેકટરને કરી રજૂઆત
author img

By

Published : Sep 15, 2020, 11:56 AM IST

કચ્છ: જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી બાગાયતી પાક તરફ વળેલા ખેડૂતોએ છેલ્લા થોડા વર્ષોમાં કચ્છ જિલ્લામાં દાડમની ખેતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેને પગલે કચ્છ જિલ્લામાં આજે લાખો હેકટરમાં દાડમનો પાક લેવામાં આવે છે. જિલ્લામાં ત્રણસો પચાસ ટકા જેટલા પાકને ભારે વરસાદને પગલે નુકસાન થયું છે. મંગળવારે આ મુદ્દે વિવિધ ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને તત્કાલ સહાયની માંગ કરી હતી.

આગેવાન ખેડૂત રવજીભાઈ કેરાઈએ જણાવ્યું હતું કે, વરસાદની અતિવૃષ્ટિના કારણે બાગાયતી પાકમાં દાડમનો પાક સદંતર રીતે નિષ્ફળ ગયો છે. આજ સુધીમાં દરેક ખેડૂતને એક હેક્ટર પાંચ લાખ રૂપિયાની સહાયની જરૂરિયાત છે. છેલ્લા દસ વર્ષમાં કચ્છમાં દાડમનું વાવેતર લાખો હેક્ટરમાં થયું છે અને ખેડૂતોની સંખ્યા પણ હજારોમાં છે. જેથી નુકસાનીનો આંક ખૂબ મોટો છે. ખેડૂતોને નુકસાનીને પગલે પાયમાલ થઇ ગયા છે અને તેઓ આર્થિક સહાય વગર હવે ઊભા થઈ શકે તેમ નથી. પાક ધિરાણની મર્યાદા એક હેક્ટરે પાંચ લાખ રૂપિયા કરી આપવાની માંગ ઉપરાંત ત્રણ ટકા લેખે બે વર્ષની મુદત માટે પાક ધિરાણની લોન આપવાની પણ માગણી કરવામાં આવી છે. બાગાયત વિભાગ દ્વારા દાડમના પાક માટે અલગથી સર્વે કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

કચ્છમાં લાખો હેકટર દાડમના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોએ કલેકટરને કરી રજૂઆત
ખેડૂતોએ જણાવ્યું હતું કે, કચ્છમાં પાંચ હજારથી વધુ ખેડૂતો દાડમની વાવેતર કરે છે. તેઓ મંગળવારે એકત્ર થઇને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા આવવાના હતા. પરંતુ કોરોના મહામારીની સ્થિતિમાં સામાજિક અંતર સહિતના મુદ્દાઓને ધ્યાને રાખી થોડી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે અને તેમાંથી પાંચ ખેડૂતોનું પ્રતિનિધિમંડળે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.