ETV Bharat / state

ETV Bharatની ટીમે ભૂજના પેટ્રોલ પંપનું રિયાલિટી ચેક કર્યું - લાયસન્સ

દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે ETV Bharatની ટીમે ભૂજમાં તમામ પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે શું પેટ્રોલ પંપની ભૂગર્ભ ટાંકીની જાળવણી તથા ચકાસણી યોગ્ય રીતે થાય છે કે નહીં? શું ગ્રાહકોને યોગ્ય ગુણવત્તાનો પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પૂરો પડાય છે કે નહીં? મહત્ત્વનું છે કે, ભૂજમાં કુલ 9 પેટ્રોલ પંપ છે.

ETV Bharatની ટીમે ભૂજના પેટ્રોલ પંપનું રિયાલિટી ચેક કર્યું

author img

By

Published : Mar 15, 2021, 4:12 PM IST

  • 1.50 લાખ લીટર પેટ્રોલ તથા 2 લાખ લીટર ડીઝલનો જથ્થો સમાઈ શકે તેવી ક્ષમતાની ભૂગર્ભ ટાંકીઓ
  • કંપની દ્વારા નિયમિતપણે ગુણવતા તથા ભૂગર્ભ ટાંકીઓની કરવામાં આવે છે ચકાસણી
  • દરરોજ સરેરાશ 17,000 લીટર પેટ્રોલ અને 20,000 લીટર જેટલું ડિઝલનું વેચાણ થાય છે
  • પેટ્રોલ પંપો ઓટોમેટેડ સેન્સરોથી કાર્યરત્, કંપની CCTV કેમેરાથી રાખી રહી છે નજર
કંપની દ્વારા નિયમિતપણે ગુણવતા તથા ભૂગર્ભ ટાંકીઓની કરવામાં આવે છે ચકાસણી

ભૂજઃ શહેર મોટા ભાગના પેટ્રોલ પંપ હવે ઓટોમેટેડ સેન્સરોથી કામ કરતા થઈ ગયા છે કે જ્યાં પેટ્રોલ પંપ પર થતી દરેક ગતિવિધિઓ કંપનીની જાણમાં હોય છે. કોઈ પણ જાતના કાર્યની દેખરેખ અને ચકાસણી કંપની દ્વારા કરવામાં આવે છે. ભાવના ફેરફારો તથા CCTV કેમેરા દ્વારા નજર રાખવી તે પણ હવે કંપની દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

વિશાળ પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ધરાવતી ભૂગર્ભ ટાંકીઓ

ભૂજમાં કુલ 1.50 લાખ લીટર પેટ્રોલનો જથ્થો સમય શકે એટલી ક્ષમતા ધરાવતી ભૂગર્ભ ટાંકી આવેલી છે. 2 લાખ લીટર ડીઝલનો જથ્થો શકે એટલી ક્ષમતાવાળી ટાંકીઓ આવેલી છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતાં વધારાથી સુરતના લોકો હવે સરકારી બસનો વપરાશ કરતા થઈ ગયા

કંપની, થર્ડ પાર્ટી, વિજિલન્સ દ્વારા નિયમિત ચકાસણી

દરેક પેટ્રોલ પંપની કંપની દ્વારા નિયમિતપણે 15-15 દિવસે તથા દર મહિને ચકાસણી કરવામાં આવે છે. તથા થર્ડ પાર્ટી ચેકીંગ, વિજિલન્સની ચેકીંગ પણ ગમે ત્યારે નિયમિતપણે કરવામાં આવે છે. ભૂજના ભૂમિ પેટ્રોલિયમમાં 2 ભૂગર્ભ ટાંકીઓ છે, જેમાંથી એક ટાંકીમાં ડેમેજ હોવાથી તે ઘણા સમયથી બંધ રાખવામાં આવી છે.

ગ્રાહકોની કોઈ ફરિયાદ નહીં

તમામ પેટ્રોલ પંપનું કાર્ય ઓટોમેટેડ હોવાથી ગ્રાહકોની ઓછા પેટ્રોલની કે બીજી કોઈ પણ અન્ય ફરિયાદ રહેતી નથી. તથા પેટ્રોલપંપ પર કાર્યરત સ્ટાફના લોકોના વર્તન પ્રત્યે પણ કોઈ ફરિયાદ આવતી નથી.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારને એક વર્ષમાં પેટ્રોલ, ડિઝલમાં વેટ રૂપે 12,098.43ની આવક થઈ

દરરોજ ગુણવત્તાની ચકાસણી થાય છે

દરરોજ સવારે પેટ્રોલ તથા ડીઝલના ડેન્સિટીની ચકાસણી કરવામાં આવે છે તથા ગુણવત્તામાં કોઈ પણ ફેરફાર ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ ઉપરાંત ભૂગર્ભ ટાંકીમાં કોઈપણ ખામી આવી ગઈ હોય કે કચરો આવી ગયો હોય તો ઓટોમેટેડ સેન્સર દ્વારા સફાઈ માટેની માહિતી આપવામાં આવે છે અને કંપનીના એન્જિનિયર દ્વારા સાફ-સફાઈ કરવામાં આવે છે.

ભુજના પેટ્રોલપમ્પોની રિયાલિટી ચેક
સરેરાશ દરરોજ 17,000 લીટર પેટ્રોલ અને 20,000 લીટર ડિઝલનું વેંચાણ

ભૂજના તમામ પેટ્રોલપંપનું મળીને સરેરાશ કુલ 17,000 લીટર પેટ્રોલ તથા 20,000 લીટર ડીઝલનું વેચાણ થાય છે.

પૂરવઠા વિભાગના અધિકારીએ ETV Bharat સાથે ગ્રાહકની ફરિયાદ અંગે કરી વાત
ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં પૂરવઠા વિભાગના અધિકારી હીના ચૌધરીએ ગ્રાહકોની ફરિયાદો તથા પેટ્રોલ પંપની ચકાસણી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગ્રાહક તકરાર નિવારણમાં કોઈ કેસ હોય તો અમારા પાસે તેની સુનાવણી થતી હોય છે, પરંતુ પેટ્રોલના જથ્થા અંગેની ફરિયાદો કે અસંતોષ અંગે ડાયરેક્ટ કંપનીમાં રજૂઆતો થતી હોય છે. લાયસન્સ અને જથ્થા અંગે પણ કંપની જ સંચાલન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.