- કચ્છના અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
- દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ ભાજપની સરકાર હંમાશો લોકો સાથે રહે છે: ભુપેન્દ્રસિંહ
અબડાસા/કચ્છ: અબડાસા બેઠકમાં અત્યાર સુધી વિધાનસભાની 14 પેટા ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપનો ત્રણ વાર વિજય થયો છે. જોકે પેટા ચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીમાં માહોલ અલગ હોય છે. હાલમાં ભાજપ અબડાસા બેઠક પર વિજય મેળવવા રણનીતી સાથે કામે લાગ્યું છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, વિકાસનો મુદ્દો ભાજપનો મુખ્ય મુદ્દો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપના ઉમેદવારની સાદગી, સ્વભાવ અને સક્રિયતા જમા પાસું છે. તમે કોંગ્રેસની સરકારના સમયે અને બાદમાં ભાજપની સરકારના સમયમાં અહીંના છેવાડાના વિસ્તાર સહિત રાજ્યમાં થયેલા વિકાસના કામને જોઈ શકો છો.
ભાજપની સરકાર અને સંગઠન હંમેશા લોકોની વચ્ચે રહે છે: ભુપેન્દ્રસિંહ
ભુપેન્દ્રસિંહે કહ્યું કે, તમામ વર્ગની સુખાકારી માટે ભાજપની સરકાર કટિબદ્ધ છે. દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ ભાજપની સરકાર અને સંગઠન હંમેશા લોકોની વચ્ચે રહે છે. આ જમા પાસુ જ અમારી જીતનો વિશ્વાસ છે. કોંગ્રેસના લોકો ભાજપની નીતી-રીતી અને નિયત પર આક્ષેપ કરે છે, તે સવાલનો જવાબ આપતા ભુપેન્દ્રસિંહે કહ્યું કે, 'ભાજપની પાસે નીતી, નિયત અને નૈતિકતાની સાથે નેતા પણ છે જ્યારે કોંગ્રેસ પાસે નેતા સુદ્ધાં નથી.