ETV Bharat / state

લોકડાઉનને લઇને આગળની તૈયારી માટે ETV BHARATએ કરી ભૂજના SP સાથે ખાસ વાતચીત - ભુજ ન્યૂઝ

દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સમગ્ર કચ્છમાં પોલીસે કડકાઇ સાથે સૂચનાઓના આદેશોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે અનેક ગામોમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોની મદદ માટે પણ પોલીસે પહેલ કરી છે. આ ઉપરાંત પોલીસે ઘરની બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરી છે.

ETV BHARAT
લોકડાઉનને લઇને આગળની તૈયારી માટે ETV BHARATએ કરી ભુજના SP સાથે ખાસ વાતચીત
author img

By

Published : Mar 26, 2020, 1:15 PM IST

Updated : Mar 26, 2020, 1:49 PM IST

કચ્છઃ લોકડાઉનને લઇને ETV BHARATએ ભુજના SP સૌરભ તોલંબિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોમાંથી 8 ફરાર છે. જેથી તેમની વિરૂધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લોકડાઉનને લઇને આગળની તૈયારી માટે ETV BHARATએ કરી ભુજના SP સાથે ખાસ વાતચીત

વધુમાં તેમણે જણાવ્યું કે, ધાર્મિક સ્થાનોમાં હજૂ પણ લોકો એકત્ર થાય, તે અંગેની કેટલીક ઘટનાઓ સામે આવી છે. જેથી પોલીસ અનુરોધ કરે છે કે, ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ એકત્ર ન થવી જોઈએ અને સૂચનાનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિવિધ ગામો અમે શેરીઓમાં લોકો જોવા મળે છે, જે યોગ્ય નથી. લોકોએ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે. પોલીસ ચોક્કસથી કામ કરીં રહી છે, પરંતુ લોકો જ્યાં સુધી સહયોગ નહીં આપે, ત્યાં સુધી તેમનો અમલીકરણ શક્ય નથી.

Last Updated : Mar 26, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.