ETV Bharat / state

કચ્છ રણોત્સવ: પ્રવાસીઓને આવકારવા સફેદ રણ સજજ, જોકે કોરોનાને પગલે સતાવાર આયોજન નહીં

કચ્છના મોટા રણમાં દરિયાનું ખારૂ પાણી અને વરસાદના મીઠા પાણીના મિશ્રણ બાદ કુદરતી રીતે સફેદ રણ તૈયાર થાય છે. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવીને તેને વિશ્વ વિખ્યાત બનાવ્યું છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને પગલે કચ્છ રણોત્સવનું સત્તાવાર આયોજન નથી કરાયું. જોકે જેની સૌથી વધુ માગ રહે છે, તે ટેન્ટસીટી પ્રવાસીઓને આવકારવા માટે સજજ છે.

સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ
સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ
author img

By

Published : Nov 11, 2020, 9:56 PM IST

Updated : Nov 12, 2020, 1:29 PM IST

  • કોરોના મહામારીને પગલે કચ્છ રણોત્સવનું સત્તાવાર આયોજન નહીં
  • કચ્છ રણોત્સવમાં આવવા પ્રવાસીઓ ઉત્સુક
  • ટેન્ટ સીટી 12મી નવેમ્બરથી શરૂ થશે

કચ્છઃ જિલ્લામાં ભુજથી 90 કી.મી. દુર આવેલા સરહદના સૌથી છેવાડાના ગામ ધોરડોથી 5 કિ.મી. અંદર દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે. કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અનલોક વચ્ચે હવે પ્રવાસનને વેગ મળી રહ્યો છે, ત્યારે કચ્છ રણોત્સવ તરફ આવવા માટે પ્રવાસીઓ ઉત્સુક છે. દર વર્ષે વિવિધ આયોજન કરાય છે, પણ આ વર્ષે કોરોના મહામારીને પગલે પ્રવાસન વિભાગ દ્વારા ક્રાફટ બજાર, ખાણીપીણી સહિતના આયોજન કરાયા નથી. બીજી તરફ જેનું સૌથી વધુ આકર્ષણ રહે છે, તે ટેન્ટ સીટી 12મી નવેમ્બરથી શરૂ થશે. કોરોના અનલોકની માર્ગદર્શિકા મુજબ હોટલ રેસ્ટોરેન્ટની વ્યાખ્યામાં આવતી ટેન્ટ સીટી પ્રવાસીઓ માટે ખુલ્લી રાખવામાં આવી છે. આ રીતે આસપાસા બનેલા નાના મોટા અન્ય રિસોર્ટ પ્રવાસીઓને આવકારવા તૈયારી કરી રહ્યા છે.

આ વખતે સુરક્ષા અને સાવચેતી પર ખાર ભાર મુકાયો

ટેન્ટ સીટીના આયોજન અંગે કાનગી કંપનીના ભાવિક શેઠે જણાવ્યું હતું કે, ટેન્ટમાં બદલાવ, નવુ ડેકોરેશન, ડાઈનિંગ હોલ સહિતના રૂટીન આકર્ષણ સાથે આ વખતે સુરક્ષા અને સાવચેતી પર ખાર ભાર મુકાયો છે. પ્રવાસીઓ માટે એમ્બ્યુલન્સ, આરોગ્યી ટીમ, સેનિટાઈઝેશન, સામાજિક અંતર સહિતના તમામ નિયમોના પાલન માટે વિવિધ તૈયારી છે. સ્ટાફને આ માટે તાલીમબદ્ધ કરાયા છે. તેમજ ટેન્ટ આસપાસ અને વિવિધ જગ્યાએ સેનિટાઈજર મુકવા તમામ આવતા જતા લોકોનું થર્મલ સ્કેનિગં સહિતના આયોજન કરાયા છે.

સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ
સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ
સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ

આ વખતે રણોત્સવનું આયોજન કરાયું નથી

ધોરડ ગામના સરપંચ મિયાહુસેન ગુલબેગએ ETV ભારતને જણાવ્યું હતું કે, આ વખતે રણોત્સવનું આયોજન કરાયું નથી. આ માટે બે માસ પહેલા તૈયારી કરવી પડે છે. પરંતું આ વર્ષે કોરોના મહામારીને કારણે તેનું આયોજન કરાયું નથી. જો કે, પ્રવાસીઓ અહીં સુધી પહોંચી રહ્યા છે. માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોના પાલન સાથે લોકો અહી પહોંચી સફેદ રણની મજા માણી શકશે.

સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ
સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ
સફેદ રણ પ્રવાસીઓને આવકારવવા સજજ

માહિતીપ્રદ પ્રદર્શન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણરૂપ બનશે

સફેદ રણમાં સુર્યોદય અને સુ્ર્યાસ્તનો નજારો જોવાનો એક લ્હાવો છે. તેથી જ લોકો દુર દુરથી અહી આવે છે. આ વખતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ધોરડના રણ ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરીને પ્રદર્શિત કરતું માહિતીપ્રદ પ્રદર્શન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણરૂપ બનશે. એસ. ટી. વિભાગ દ્વારા પણ ધોરડોથી રાજયના વિવિધ વિસ્તારો માટે વોલ્વો બસ સુવિધા પણ શરૂ કરાઈ છે. જેથી ખાનગી વાહનો ઉપરાંત બસ સેવા વડે પણ પ્રવાસીઓ સફેદ રણ સુધી પહોંચી શકશે.

Last Updated : Nov 12, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.