કચ્છ: ગુજરાત રાજ્યમાં દારૂબંધી (alcohol Prohibited in Gujarat) છે ત્યારે 31મી ડિસેમ્બરની રાત્રિની ઉજવણીમાં (31st December Celebrations 2021) અનેક જગ્યાએ આલ્કોહોલનું સેવન (Alcohol consumption) થતું હોય છે, ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ (Police West Kutch) દ્વારા જ્યાં શહેરમાં ફાર્મ હાઉસ છે ત્યાં જઈને ચેકિંગ કરવામાં આવશે. તથા પ્રાઇવેટ પ્લોટ અને હોટલોમાં પણ થતી પાર્ટીમાં ચેકિંગ કરવામાં આવશે.
પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે જણાવ્યું હતું કે, જ્યાં આલ્કોહોલનું સેવન કરી રહ્યા હોય તથા પ્રોહીબીશન કાયદાનો (Prohibition Act) ભંગ થતો હોય ત્યાં પણ ચેકીંગ કરવામાં આવશે. જો કાયદાનો ભંગ થતું જાણવા મળશે તો પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં (offense filed under Prohibition Act ) આવશે.
checkpoints પર breathalyzerથી ચેકીંગ કરવામાં આવશે
પાર્ટી પ્લોટની અંદર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હશે તો ત્યાં પણ ચેકિંગ કરવામાં (Checking with breathalyzer at checkpoints)આવશે કે ત્યાં કોઈ દારૂ પીને ન આવ્યા હોય અથવા કોઈ દારૂનું સેવન ન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને ભુજ શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં પશ્ચિમ કચ્છ પોલીસના જે ચેક પોઇન્ટ છે, ત્યાં બ્રેથલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે અને ધ્યાન રાખવામાં આવશે કે કોઈપણ રીતે કાયદાનો ભંગ ન થાય. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે તમામ લોકોને અપીલ કરી હતી કે, નવા વર્ષની ઉજવણી ભલે કરો પરંતુ કાયદાનો ભંગ ન કરો અને નિયમોનું પાલન કરો.
છેલ્લાં 11 માસમાં દેશી દારૂના 4744 તથા વિદેશી દારૂના 304 કેસો
આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દારૂબંધી અંગેના કેસોની વાત કરવામાં આવે તો 1લી જાન્યુઆરી 2001 થી 30મી નવેમ્બર 2021 સુધી પશ્ચિમ કચ્છમાં દેશીદારૂના 4744 કેસ થયા છે. જેમાં 32,004 લિટરનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કીંમત 6,40,080 રૂપિયા છે. તથા વિદેશી દારૂના 304 કેસો કરવામાં આવ્યા છે, જેમાં 27,663 બોટલ વિદેશી દારૂની પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 1,05,60,421 રૂપિયા છે. આ ઉપરાંત 194 જેટલા વાહનો દારૂની હેરફેરમાં જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 51,23,700 રૂપિયા છે. ચાલુ વર્ષે પણ પ્રોહીબીશન એકટ અન્વયેની કામગીરી ચાલુ છે અને 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પણ પ્રોહિબિશનના કેસ વધારેમાં વધારે બને તેવી સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો:
અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાતે પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો
Aravalli Rajasthan Border: 31 ડીસેમ્બરના અનુસંધાને રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત