કચ્છઃ 2001ના વિનાશક ભૂકંપની માર ઝીલી ચૂકેલા કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પછી એક ભૂકંપના 18થી વધુ ઝટકા નોંધાયા છે. રવિવારે આઠ વાગ્યે અને 13 મિનિટે 5.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયા બાદ સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં વધુ ત્રણ મોટા ઝટકા અનુભવાયા હતા. જ્યારે 15થી વધુ નાના મોટા ઝટકા પણ નોંધવામાં આવ્યા છે. ભૂકંપના 19 વર્ષ પછી ફરી એક વખત કચ્છ સહિત અન્ય પ્રાંતોએ પણ અનુભવેલા ઝટકાથી ડરનો માહોલ ચોક્કસ પેદા કરી દીધો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે, ડબલ ફોલ્ટ લાઈન સક્રિય થતાં જ તેની અંદર રહેલી ઉર્જા નિષ્ક્રિય થઈ છે, જે આશીર્વાદરૂપ પણ ગણી શકાય.
કચ્છમાં નોંધાયા ભૂકંપના 18થી વધુ ઝટકા, ડબલ ફોલ્ટલાઈન સક્રિય થતા ઉર્જા થઈ રહી છે નિષ્ક્રિય - ડબલ ફોલ્ટલાઈન સક્રિય
14 જૂન રવિવારે આઠ વાગ્યે અને 13 મિનિટે 5.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયા બાદ સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં વધુ ત્રણ મોટા ઝટકા અનુભવાયા હતા. 19 વર્ષ પછી ફરી એક વખત કચ્છ સહિત અન્ય પ્રાંતોએ પણ અનુભવેલા ઝટકાથી ડરનો માહોલ સર્જાયો હતો.