ETV Bharat / state

ભુજમાં કાર્યરત નેત્રમ CCTV કેમેરા મારફતે એક કરોડથી વધુ રૂપિયાનો ઈ-ચલણનો દંડ ફટકારાયો - E - calaṇa

ભુજ શહેરના માર્ગો પર અકસ્માત તેમજ ગુનાખોરીના ગ્રાફને નીચો લાવવા માટે રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાતને ધ્યાનમાં રાખી વીડિયો ઈન્ટોગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી (વિશ્વાસ) પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના જિલ્લા મથકો તેમજ વિવિધ શહેરોના માર્ગો પર CCTV કેમેરા લગાવી પોલીસે પોતાની નજર તેજ બનાવી છે. ટ્રાફિક નિયમનને ધ્યાનમાં લઈ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને ઈ-ચલણનો દંડ પણ ફટકારાઈ રહ્યો છે. કચ્છ જિલ્લા મથક ભુજમાં છેલ્લા 20 માસથી કાર્યરત નેત્રમ મારફતે કુલ 27,148 વાહનોને 1,20,57,200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ભુજમાં કાર્યરત નેત્રમ CCTV કેમેરા મારફતે એક કરોડથી વધુ રૂપિયાનો ઈ-ચલણનો દંડ ફટકારાયો

author img

By

Published : Sep 17, 2021, 12:50 PM IST

  • ભુજમાં નેત્રમે એક કરોડથી વધુ ઈ - ચલણનો દંડ ફટકાર્યો
  • 27,148 વાહનોને 1.20 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
  • અન્ય ગુનાખોરી કેસો પણ નેત્રમની મદદથી ઉકેલાયા

ભૂજ: જિલ્લામાં બે વર્ષ પહેલાં જિલ્લા મથક ભુજનાં વિવિધ સર્કલો તેમજ મુખ્ય માર્ગો એમ કુલ 19 સ્થળ પર 219 કેમેરા સાથે નેત્રમનો પ્રારંભ ગુનાખોરી અટકાવ તેમજ ટ્રાફિક નિયમન અને સર્વેલન્સ અર્થે થયો હતો. ત્યારબાદથી નેત્રમ્ દ્વારા ઈ-ચલણ પણ આપવાનાં શરૂ થયાં, જેમાં હજુ સુધી 27,148 વાહનો પર કુલ રૂા. 1,20,57,200 નો દંડ ફટકારાયો છે.

38 ચોરી,17 અકસ્માત હિટ એન્ડ રન, 12 જેટલાં ગૂમ થયેલાં પાર્સલના કેસ ઉકેલવામાં મદદરૂપ

ઈ-ચલણની દંડાત્મક કાર્યવાહી ઉપરાંત નેત્રમના CCTV ફૂટેજના આધારે 38 ચોરી જેમાં 17 વાહનચોરીના ગુના તેમજ ત્રણ લૂંટના, ચાર સ્નેચિંગ, 17 અકસ્માત હિટ એન્ડ રન તેમજ એક ગૂમ થયેલી વ્યક્તિ માટે તો 12 જેટલાં ગૂમ થયેલાં પાર્સલ, મોબાઈલ, બેગ વગેરે શોધી આપવામાં પણ નેત્રમ ઉપયોગી સાબિત થયો છે. જ્યારે બે હત્યાના બનાવની તપાસમાં પણ નેત્રમના ફૂટેજ મદદરૂપ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ભુજમાં કાર્યરત નેત્રમ CCTV કેમેરા મારફતે એક કરોડથી વધુ રૂપિયાનો ઈ-ચલણનો દંડ ફટકારાયો

આ પણ વાંચો : આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

ચોરીના કેસમાં નેત્રમની અગત્યની ભૂમિકા રહી

આ કેસની વિગતો મુજબ, કારિયા બ્રધર્સવાળા કમલ કારિયા પાસેથી 8.50 લાખની રોકડ લૂંટમાં તેમજ મંગલમ્ પાસે બેંકના એટીએમમાં લૂંટ અર્થે તોડફોડના કેસમાં તેમજ જિલ્લા પંચાયત સામે ધવલ કોમ્પ્લેક્સમાં જ્વેલર્સની દુકાનમાંથી દુકાનદારની નજર ચૂકવી અંદાજે 14.40 લાખના સોનાના ટુકડાનો ડબ્બો તેમજ સિક્કા લઇ નાસેલા ગુનેગારના ફૂટેજની મદદ કરી ચોર પકડવામાં નેત્રમની અગત્યની ભૂમિકા રહી હતી.

ભુલાઈ ગયેલી વસ્તુઓની પણ CCTV ફૂટેજના આધારે માલિક સુધી પહોચાડવામાં આવી

આ ઉપરાંત, આર.ટી.ઓ. સર્કલ પાસે દુકાનદાર પાસેથી પોલીસની ખોટી ઓળખ આપી રોફ જમાવી રૂપિયા પડાવી લેનાર શખ્સ પણ નેત્રમમાં કેદ થઇ જતાં તેને ઝડપી લેવાયો હતો. જ્યારે 38 જેટલી ચોરી જેમાં 17 વાહનચોરીના ગુના પણ નેત્રમની ત્રીજી નજરમાં કેદ થતાં તેના ભેદ ઉકેલાયા છે. આ ઉપરાંત, વાહનમાંથી કોઇ વસ્તુ પડી જવી, રિક્ષામાં ફાઇલ કે બેગ રહી જવાં તેમજ મોબાઇલ પડી જવા કે ઉઠાંતરી બાદ શકમંદો પરના ફૂટેજ અને વાહનોના નંબરના આધારે સંપર્ક કરી લોકોની ગૂમ થયેલી વસ્તુઓને મેળવી આપવામાં પણ નેત્રમે ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું, હજી પણ તપાસ ચાલુ

ટૂંક સમયમાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે

નેત્રમની નજર તેજ બનતાં હવે કોઇપણ ગુનેગાર ગુનો કરવા પૂર્વે સીસીટીવી કેમેરા તેને જોઇ રહ્યા છે કે નહીં તે માટે નજર દોડાવે છે. આ ઉપરાંત, કોઇ ગુનાને અંજામ આપવા પહેલાં' નેત્રમની નજરથી બચવા છટકબારી શોધી લેતા હોય છે. આથી, ભુજમાં આવાં ઘણાં સ્થળો છે. પ્રથમ ફેસ બાદ બીજા ફેસમાં જ્યાં કેમેરા લગાવાના છે તેનાં સ્થળો પણ તારવી લેવાયાં છે, જેમાં મિરજાપર ત્રણ રસ્તા, પ્રમુખસ્વામી નગર, નવી રાવલવાડીના રઘુવંશી ચોકડી તેમજ એરપોર્ટ રોડના કોડકી રોડ ચાર રસ્તા, મોટા પીર ચાર રસ્તા ઉપરાંત નાગોર ફાટક, આત્મારામ સર્કલ તેમજ સરપટ ગેટ પાસે સીસીટીવી લગાવવાની દરખાસ્ત મૂકી દેવાઇ છે.જેથી ટૂંક સમયમાં આ વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે.

ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ પણ અપાય છે ઈ-ચલણ

આ ઉપરાંત વાહનો પર ત્રીપલ સવારી ,ચાલુ વાહને ફોન પર વાત કરવી, for વ્હીલર વાહનમાં સીટ બેલ્ટ ના બાંધવા સહિતના નિયમ ભંગમાં પણ ઈ-ચલણ આપવામાં આવતું હોય છે.આમ, વિવિધ નિયમોનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાથી તેઓ નિયમ ન તોડે અને અકસ્માતો ન થાય તે માટે શહેરમાં નેત્રમ કાર્યરત કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.