ETV Bharat / state

'મહા' વાવાઝોડાની શક્યતાને પગલે ટીમ કચ્છને એક્ટિવેટ કરાઈ - today Maha thunderstorms kutch news

કચ્છ: 'મહા' વાવાઝોડાની શક્યતાને પગલે ટીમ કચ્છને એક્ટિવેટ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કચ્છના તમામ વિભાગને જવાબદારી સોંપી દેવામાં આવી છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે કામગીરીમાં જોતરાઈ ગયું છે.

'મહા' વાવાઝોડાની શક્યતાને પગલે ટીમ કચ્છને એક્ટિવેટ કરાઈ
author img

By

Published : Nov 5, 2019, 11:41 PM IST

કચ્છ કલેક્ટરે Etv ભારતને જણાવ્યું હતું કે, કચ્છમાં કોઈપણ પરિસ્થિતિ માટે તંત્ર દ્વારા તમામ કામગીરી પૂરી કરી શકે અને જાનમાલને નુકસાન ન થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, મહા વાવાઝોડાની જે દિશા છે તેના રસ્તામાં કચ્છ આવતું નથી તેમજ કચ્છમાં ચિંતાનો કોઈ વિષય નથી. ભારે વરસાદની શક્યતાને લઇ તકેદારીના ભાગરૂપે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

'મહા' વાવાઝોડાની શક્યતાને પગલે ટીમ કચ્છને એક્ટિવેટ કરાઈ

છેલ્લા ત્રણ દિવસથી તંત્ર કામે લાગ્યું છે. કચ્છમાં માછીમારોને દરિયામાંથી પરત બોલાવવા સહિતના પગલાં ભરવામાં આવ્યા છે તો તમામ વિભાગોને પૂરતા સાધન સામગ્રી પણ આપવામાં આવ્યા છે.

વાંચો: 'મહા' વાવાઝોડાનું સંકટ, રાજ્ય સરકારે કર્યો પરિપત્ર જાહેર

કચ્છની વિશેષ તૈયારીઓ વિશે વાત કરતાં કલેક્ટરે ઉમેર્યું હતું કે, જરૂર પડે NDRFની ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સંચાર સુવિધાઓ પણ કાર્યરત રહે તે માટેની પણ તૈયારી કરવામાં આવી છે. વિશેષ તો કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વધુ સતર્કતા જાળવવામાં આવી રહી છે. આ માટે કચ્છના તમામ તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન થયું હતું. જેમાં વિવિધ ચર્ચા અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

Intro:મહા વાવાઝોડા ની શક્યતાને પગલે ટીમ કચ્છ ને એક્ટિવેટ કરી દેવામાં આવી છે ખાસ કરીને કચ્છની તમામ વિભાગને જવાબદારી સોંપવા દેવાય છે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે કામગીરીમાં જોતરાઈ ગયું છેBody:

કચ્છ કલેક્ટરે ટીવી ભારતને જણાવ્યું હતું કે કચ્છમાં કોઈ પણ પરિસ્થિતિ માટે તંત્ર તમામ કામગીરી પૂરી કરી શકે અને જાનમાલને નુકસાન ન થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યા છે

કલેક્ટરે જણાવ્યું હતું કે મહા વાવાઝોડાની જે દિશા છે તેના રસ્તામાં કચ્છ આવતું નથી ખાસ કરીને કચ્છમાં ચિંતાનો વિષય નથી ભારે વરસાદની શક્યતા ને લઇ તકેદારીના ભાગરૂપે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી તંત્ર કામે લાગ્યું છે કચ્છમાં માછીમારોને દરિયામાં પરત બોલાવવા સહિતના પગલાં ભરવામાં આવ્યા છે તો તમામ વિભાગોને પૂરતા સાધન સામગ્રી સાથે તેના રાખવામાં આવ્યા છે

કચ્છની વિશેષ તૈયારીઓ વિશે વાત કરતાં કલેક્ટરે ઉમેર્યું હતું કે જરૂર પડે એનડીઆર એની ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે આ ઉપરાંત સંચારસુવિધાઓ પણ કાર્યરત રહે તે માટેની પણ તૈયારી કરવામાં આવી છે વિશેષતા કરીને કચ્છના દરિયા કાંઠા વિસ્તારમાં વધુ સતર્કતા જાળવવામાં આવી રહી છે.આ માટે આજે કચ્છના તમામ તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન થયું હતું જેમાં તમામ વિવિધ ચર્ચા અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી

બાઈટ એમ નાગરાજન કચ્છ કલેકટરConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.