કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ (Drugs seized in Kutch)બન્યા છે. ત્યારે હવે કચ્છ લખપતનાં મેડી ક્રીક પાસેથી બિનવારસી હાલતમાં ચરસના 2 પેકેટ મળતા દોડધામ (Drugs seized in Kutch) મચી ગઈ છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો અને શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. જોકે, અત્યારે આ બંને પેકેટની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- Ankleshwar seized drugs: અંકલેશ્વર પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા
BSFની ટુકડીએ ઝડપી પાકિસ્તાની બોટ - કચ્છના દરિયાઈ વિસ્તારમાં આ પહેલા પણ પાકિસ્તાની બોટો (Pakistani boat caught in Kutch) અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે સોમવારે BSFની ટુકડીએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપી (Pakistani boat caught in Kutch) પાડી હતી. તેમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ વધુ તપાસ હાથ ધરતા ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 2 ચરસના પેકેટ મળી (Drugs seized in Kutch) આવ્યા હતા.
આ પણ વાંચો- NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો
વિવિધ એજન્સીએ શરૂ કર્યું સર્ચ - BSF કચ્છના દરિયાઈ સીમા પાસેથી લાંબા સમય બાદ ચરસના 2 પેકેટ (Drugs seized in Kutch) મળતા વિવિધ એજન્સી અને BSFએ સર્ચ હાથ ધર્યું છે. BSFની ટુકડી પાકિસ્તાની બોટની (Pakistani boat caught in Kutch) શોધખોળમાં હતી. ત્યારે મેડી ક્રિક પાસેથી અલગ અલગ જગ્યાએથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. અગાઉ આ વિસ્તારમાંથી મળી આવેલા ચરસના પેકેટ મળી આવ્યા છે તેવા જ પેકેટ મળી આવ્યા છે.
ચરસના પેકેટની કિંમત હજી જાહેર કરાઈ નથી - BSFની બટાલિયનને સર્ચ દરમિયાન મળી આવેલ પેકેટને તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. તો મળી આવેલા આ પેકેટની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત કેટલી છે. તે હજી જાહેર નથી કરાયું. ઉલ્લેખનીય છે કે, સાતેક માસ પહેલા ગત ઓગસ્ટ મહિનામાં પણ જખૌના લુણા બેટ નજીક BSF 102 બટાલિયનની ટીમને સર્ચ વખતે 2 પેકેટ (Drugs seized in Kutch) મળી આવ્યા હતા.