ETV Bharat / state

મુન્દ્રા બંદરેથી 77 કરોડનો સૌંદર્ય પ્રસાધનો જથ્થો જપ્ત કરાયો - Mundra Port Adani Port

મુન્દ્રા બંદરે સેઝ ખાતે આયાત કરાયેલું કન્ટેનરમાં કરોડોની કિંમતનો બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો (branded cosmetic Quantity) જથ્થો DRI કબજે કર્યો છે. કન્ટેનરની તપાસ કરતા પ્રતિબંધિત કોસ્મેટિકની વસ્તુઓ નીકળી પડતા તંત્ર ચોંકી ઉઠયું હતું. (branded cosmetic Quantity at Mundra port)

મુન્દ્રા બંદરેથી 77 કરોડનો સૌંદર્ય પ્રસાધનો જથ્થો જપ્ત કરાયો

author img

By

Published : Nov 25, 2022, 1:08 PM IST

કચ્છ : મુંદરા બંદરેથી (Mundra Port) 77 કરોડની કિંમતની બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો DRI દ્વારા કબજે કર્યો છે. મુન્દ્રા બંદર પરથી અગાઉ લાલચંદન, ઈ સિગારેટ, ચાઈનીઝ વસ્તુઓ સહિતની પ્રતિબંધિત વસ્તુઓને પણ ઝડપી પાડવામાં આવતું છે, ત્યારે આ વખતે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા કરોડોની કિંમતની બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો કબજે કરી વધુ એક ડ્યૂટી ચોરી અને મિસ ડિકલેરેશનનો કિસ્સો સામે આવ્યો છે. (DRI seized branded cosmetic Quantity)

કન્ટેનરમાં વેન્ટી કેસના 773 પેકેટ મળતી માહિતી મુજબ મુન્દ્રા બંદરે અદાણી પોર્ટ, સેઝ ખાતે આયાત કરાયેલું કન્ટેનર રોકીને તપાસ કરવામાં આવ્યું હતું. આયાત કરાયેલા કન્ટેનરમાં મિસ ડિકલેરેશન કરાયું હોવાનું અને કન્ટેનરમાં પ્રતિબંધિત વસ્તુ હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કન્ટેનરમાં વેન્ટી કેસના 773 પેકેટ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કન્ટેનરની તપાસમાં આગળના ભાગે જાહેર કરાયેલો માલ હતો, પરંતુ તેની પાછળ પ્રતિબંધિત કોસ્મેટિકની વસ્તુઓ નીકળી પડતા તંત્ર ચોંકી ઉઠયું હતું. (branded cosmetic Quantity at Mundra port)

પ્રતિબંધિત માલ ઘુસાડવાનો પ્રયાસ કન્ટેનરમાં જાહેર કરાયેલા માલની પાછળ મેકઅપ ફાઉન્ડેશન જેવા વિવિધ સૌંદર્ય પ્રસાધનો મળી આવ્યા હતા. મેક, નાર્સ, લોરીયલ, લૌરા મર્સિયર, મેબેલાઈન, અને મેટ્રીકસના લીપ ગ્લોસ, હેર કન્ડીશનર, લિક્વિડ કલાઈનર, બ્યુટી ઓઈલ, અને ક્રીમ સહિતની વસ્તુઓ નીકળી પડી હતી. આ તપાસ દરમિયાન આયાતકાર પાર્ટી દ્વારા કસ્ટમ અકેટના નિયમોનું ઉલ્લંઘન કરતો પ્રતિબંધિત માલ ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો. (Goods prohibited at Adani Port)

બ્રાન્ડેડ કોસ્મેટિકની કિંમત 77 કરોડ આંકવામાં આવી DRI દ્વારા કબજે કરાયેલા બ્રાન્ડેડ કોસ્મેટિકની કિંમત 77 કરોડ આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચીનથી સૌંદર્ય પ્રસાધનો સહિતની પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ચૂંટણી આચારસંહિતા લાગુ થવા પહેલાં જ DRI દ્વારા દાણચોરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અગાઉ કરોડોની ઈ સિગારેટ મુંદરા બંદરેથી કબજે કરવામાં આવી હતી, ત્યારે આ નવા પ્રકારની વસ્તુની દાણચોરીનો કિસ્સો બહાર આવ્યો છે. જોકે હજુ DRI દ્વારા સત્તાવાર માહિતી બહાર પડાઈ નથી. (Mundra Port Adani Port)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.