ETV Bharat / state

Drawing Competition PM મોદીએ પરીક્ષા અંગે આપેલા મંત્ર પર કચ્છમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા - bhuj Kendriya Vidyalaya No 2 Army

કચ્છમાં વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી બહાર લાવવા (Drawing Competition in bhuj) માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (bhuj Kendriya Vidyalaya No 2 Army ) પરીક્ષા અંગે આપેલા મંત્ર પર યોજાઈ હતી. તેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ (PM Modi Success Mantra) લીધો હતો.

Drawing Competition PM મોદીએ પરીક્ષા અંગે આપેલા મંત્ર પર કચ્છમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા

author img

By

Published : Jan 23, 2023, 3:25 PM IST

સ્પર્ધાની થીમ એક્ઝામ વોરિયર

કચ્છઃ વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે આજે (સોમવારે) કચ્છ જિલ્લાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓએ જોરદાર ડીશ તૈયાર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્રો પર ચિત્રકામ સ્પર્ધા યોજાઈઃ આજના દિવસને ‘પરાક્રમ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે, જે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. આથી વિદ્યાર્થીઓને મહાન નેતાજીના જીવન વિશે પ્રેરણા મળે અને તેમનામાં દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય. સાથે જ વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવનો સામનો કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. તેના ભાગરૂપે દેશભરમાં 500 વિવિધ કેન્દ્રિય વિદ્યાલયોમાં રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્રો પર આ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

આ પણ વાંચો રાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ

સ્પર્ધાની થીમ એક્ઝામ વોરિયરઃ આ ચિત્ર સ્પર્ધામાં વિવિધ CBSE શાળાઓના વિદ્યાર્થીઓ, રાજ્ય બોર્ડ, નવોદય વિદ્યાલય અને કેન્દ્રિય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ દ્વારા વિચારોની આ અનોખી રચનાત્મક અભિવ્યક્તિમાં વૈવિધ્યસભર સહભાગિતા જોવા મળી હતી. સ્પર્ધાની થીમ વડાપ્રધાન દ્વારા લખાયેલા પુસ્તક પર આધારિત 'એક્ઝામ વોરિયર' રાખવામાં આવી હતી.

વિવિધ શાળાઓના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધોઃ ભૂજની કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 (સેના)ને કચ્છ જિલ્લામાં આ સ્પર્ધા યોજવા માટે નિયુક્ત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આ ચિત્ર સ્પર્ધામાં કુલ 50,000 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે તેવું આચાર્ય રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું. તો નોડલ કેન્દ્રિય વિદ્યાલયમાં યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વ્યાપક રીતે 70 વિદ્યાર્થીઓને જિલ્લાની રાજ્ય બોર્ડની નજીકની શાળાઓ અને CBSE શાળાઓમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો 10 સહભાગીઓ નવોદય વિદ્યાલયમાંથી અને 20 વિદ્યાર્થીઓ નોડલ કેન્દ્રિય વિદ્યાલય તેમ જ નજીકની કેન્દ્રિય વિદ્યાલયમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા.

તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રમાણપત્રઃ કેન્દ્રિય વિદ્યાલય 2ના આચાર્ય રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ચિત્ર બનાવવા જે થીમ રાખવામાં આવી છે તે વડાપ્રધાન દ્વારા નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાં પસંદ થયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સેનાનીઓના પુસ્તકો અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવશે. ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રમાણપત્ર અને પરીક્ષા યોદ્ધા પુસ્તક આપવામાં આવશે. ઉપરાંત શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે ક્રેયોન કલર્સ અને આર્ટ પેપર આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી બહાર આવેઃ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થિની કિયા ઠકકરે જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાથી વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી બહાર આવે છે. જુદાં જુદા અનુભવો મળે છે. ઉપરાંત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનો જે વિષય છે તે પણ ખૂબ સારો છે કે, વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તણાવ લેતા હોય છે. તે આ પેપર પર દર્શાવી શકે છે.

કમ્પિટ વિથ યૉરસેલ્ફ વિષય પર ચિત્રઃ અન્ય વિદ્યાર્થી અન્વેશ મહાપાત્રે જણાવ્યું હતું કે, અમારી શાળામાં જિલ્લાની એક્ઝામ વોરિયર્સ થીમ થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મજા આવી રહી છે અને ચિત્ર માટેની તમામ સાધન સામગ્રીઓ અહીં સોંપવામાં આવી છે. તો થીમ સબંધિત મારું ચિત્ર કમ્પિટ વિથ યૉરસેલ્ફ પર ચિત્ર બનાવ્યું છે. અહીં આવીને ખૂબ જ સારો અનુભવ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.