ETV Bharat / state

Diwali 2023: ભુજના કુંભારોએ તૈયાર કર્યા અવનવી સ્ટાઈલના દીવા, મશીની યુગમાં પણ હસ્ત નિર્મિત દીવાઓની છે બોલબાલા - નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ સમયે ભુજના કુંભારોએ અવનવી સ્ટાઈલના દીવાઓ બનાવ્યા છે. બજારોમાં આ હસ્ત નિર્મિત દીવાઓની માંગ છે. વાંચો ભુજના કુંભારોએ બનાવેલ અવનવા દીવા વિશે વિગતવાર

ભુજના કુંભારોએ તૈયાર કર્યા અવનવી સ્ટાઈલના દીવા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 3:33 PM IST

મશીની યુગમાં પણ હસ્ત નિર્મિત દીવાઓની છે બોલબાલા

ભુજઃ દિવાળી એ પ્રકાશનું પર્વ છે. જેમાં દીવાનું સવિશેષ મહત્વ રહેલું છે. તેથી જ ભુજના કુંભારોએ આ મશીની યુગમાં હસ્ત નિર્મિત દીવાઓ તૈયાર કર્યા છે. આ કુંભારોએ આ વખતે અવનવી સ્ટાઈલ, કોતરણીકામ, શુભ-લાભ જેવી વેરાયટીવાળા દીવા બનાવ્યા છે.

દીવા બનાવવાની પ્રક્રિયાઃ નવરાત્રિ બાદ કુંભારો દ્વારા દીવા નિર્માણની પ્રક્રિયા શરુ કરવામાં આવે છે. દીવા માટે ચીકલો નામની માટી દરિયાની ખાડીમાંથી લાવવામાં આવે છે. કુંભારને આ માટી 3000 રુપિયા પ્રતિ ટનના ભાવે મળી રહે છે. કુંભાર આ માટીમાં રેત વગેરે ઉમેરીને રગડો બનાવે છે જેમાંથી ચાકડાની મદદથી દીવા તૈયાર કરે છે. માટીમાંથી દીવાને આકાર આપ્યા બાદ તેને ભઠ્ઠામાં શેકવામાં આવે છે. ભઠ્ઠામાં કાચા દીવા પાકા થઈ ગયા બાદ તેના પર રંગકામ કરવામાં આવે છે. કુંભારો રોજના 400થી 500 દીવડા બનાવવાની કુશળતા ધરાવે છે. જો કે મશીનથી બનતા દીવાઓની સંખ્યા ચાકડા પર બનતા દીવાઓ કરતા વધુ હોય છે.

2001ના ભૂકંપ બાદ ઘટી ગયું છે માટીકામઃ અત્યારે મોટાભાગના કુંભારો તૈયાર માલ લાવીને વેચી રહ્યા છે. 2001ના ભૂકંપ પહેલા સમગ્ર કચ્છમાં 50થી વધુ કુંભારો માટીકામ સાથે સક્રીય રીતે સંકળાયેલા હતા. આજે માત્ર 8થી 10 જેટલા કુંભારો માટીકામ કરે છે. જો કે કેટલાક કુંભાર પેઢીઓ જૂના આ કામને ખૂબ જ ગર્વથી કરી રહ્યા છે. આ કુંભારો હાથે બનાવીને દીવા અને અન્ય માટીમાંથી બનેલ વસ્તુઓનું વેચાણ કરે છે. આ કુંભારો નવરાત્રિ દરમિયાન 18000થી 20000 રુપિયા અને દિવાળીમાં 6000થી 8000 રુપિયાનો વેપાર કરી લેતા હોય છે.

આજે કચ્છમાં માટીકામ કરતા કુંભારો ઓછા જોવા મળી રહ્યા છે. અમારી 7 પેઢી માટીકામ સાથે સંકળાયેલ છે. આ વર્ષે માટીની તંગીને પરિણામે અમે 1500 જેટલા દીવા તૈયાર કર્યા છે. આ દીવાઓમાં કચ્છી ભૂંગા આકારના દીવા, નાળિયેર આકારના દીવા, લટકતા દીવા, પટ્ટીવાળા દીવા, શુભ-લાભ લખેલ દીવા, સાથિયાના દીવાનો સમાવેશ થાય છે. આ દીવાની કિંમત પણ અમે કિફાયતી રાખી છે. રુપિયા 10થી 100 સુધીના દીવાની કિંમત રાખવામાં આવી છે...અધરેમાન અલીમામદ કુંભાર(માટીકામ કારીગર, ભુજ)

નરેન્દ્ર મોદી સાથે મુલાકાતઃ અગાઉ જ્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની ભુજ હાટની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ માટીકામના આ કારીગર અધરેમાન અને તેના પિતા અલીમામદ સાથે માટીકામના સ્ટોલ પર મુલાકાત કરી હતી. આ સ્ટોલમાં નરેન્દ્ર મોદીનો ચહેરો અને જીતેગા ભારત સૂત્ર લખેલા માટીકામની કલાકૃતિથી નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા હતા. નરેન્દ્ર મોદીએ માટીકામ કરતા આ પિતા પુત્ર સાથે વાતચીત પણ કરી હતી. મોદીએ આ કારીગરોને 5000 રુપિયા બક્ષિસ તરીકે આપવાની ઓફર કરી હતી પણ આ કારીગરોએ સ્વીકારી નહતી.

માટીકામની કલાકૃતિથી નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા હતા

કુંભારોની સરકારે અપીલઃ ભુજના માટીકામના કારીગરો અને કુંભારોને માટીની તંગી નડી રહી છે. માટીની તંગીને પરિણામે બહુ ઓછી સંખ્યામાં માટીની કલાકૃતિઓ તૈયાર થાય છે. કુંભારોએ સરકારને પૂરતા પ્રમાણમાં માટી મળી રહે તેમજ માટીકામની કલાના જો વર્કશોપ શરુ કરી પ્રોત્સાહન આપવામાં આવે તો આ કલા બચી શકશે તેવી અપીલ કરી છે.

  1. Diwali 2023 : " ખોટા છે પણ મારે જોતા છે " મહેક વગરના ફૂલોની સુંદરતા પગ થોભાવી દે તેવી, ગૃહિણીઓ ફિદા
  2. Diwali 2023: દિવાળી પર ગાયના છાણમાંથી બનેલ દીવાઓ ઘરમાં ફેલાવશે અજવાળું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.