કચ્છઃ જિલ્લામાં ડીઝલ ચોરીનો આ બનાવ વહેલી સવારના 4.30 વાગ્યાથી સવારે 6.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ખારીરોહર તરફ આવતી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પાઈપલાઈનમાંથી જ્વેલનશીલ પેટ્રોલિયમ પદાર્થ હોવાનું જાણવા છતાં આરોપીઓએ પાઈપલાઈનમાં ભંગાણ પાડી ડીઝલની ચોરી કરી હતી. આરોપીઓ સાધનો અને કેરબા સાથે ડીઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે B-ડિવિઝન પોલીસની ટુકડી ત્રાટકી હતી.
ચોરાયેલું ડીઝલની કિંમત રૂપિયા 1,00,450 આંકવામાં આવી છે. આરોપીઓના કબ્જામાંથી નળીઓ, ડ્રીલ મશીન, હથોડી, પ્લાસ્ટિકની ડટ્ટી, ડિસમિસ સહિતના સાધનો કબ્જે કરાયાં હતાં. આ ઉપરાંત રૂપિયા 2.50 લાખની કિંમતનો ટેમ્પો અને બે બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને પેટ્રોલિયમ અધિનિયમ મિનરલ એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.