- GK હોસ્પિટલમાં બ્લેક ફંગસના દાખલ પૈકી 3 દર્દીને અપાઈ દાંતની સારવાર
- GK હોસ્પિટલનો દંત વિભાગ પણ સક્રિય બની સંભવિત કેસ ENTને રિફર કરાય છે
- જરૂર લાગે તો કેસમાં દાંત કાઢી નાંખવામાં આવ્યા છે
- દાંતના દર્દીઓનો નિદાન કરતી વખતે મ્યુકોરમાઇકોસિસની સંભાવિત અસર
કચ્છ : GK હોસ્પિટલમાં દાંતની તપાસ માટે અને દુઃખાવાની ફરિયાદ સાથે આવતા દર્દીઓની સારવાર, નિદાન કરતી વખતે મ્યુકોરમાઇકોસિસની સંભાવિત અસર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જો દાંત સબંધિત બ્લેક ફંગસના લક્ષણો દેખાય તો દર્દીને સારવાર ઉપરાંત ENT વિભાગનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે જરૂરી એક્સ-રે જેવા રિપોર્ટ પણ કરાવવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસ રોગની યથાર્થતા માટે અંતિમ નિર્ણય ENT વિભાગ કરે છે.
જરૂર જણાય તેવા કેસોમાં દાંત કાઢી નાંખવામાં આવ્યા છે
અત્યાર સુધી દાખલ થયેલા ત્રણ મ્યુકોરમાઇકોસિસના કિસ્સામાં પણ દાંતની જરૂરી સારવાર આપવામાં આવી છે. જેમાં જરૂર જણાય તેવા કેસોમાં દાંત કાઢી નાંખવામાં આવ્યા હતા.
મ્યુકોરમાઇકોસિસ અંગે દાંતના લક્ષણો
મ્યુકોરમાઇકોસિસ છે કે કેમ એ દાંત પરથી સંભવિત નિદાન કરવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ લક્ષણોમાં દાંતના ઉપરના ભાગમાં પેઢા ઉપર સોજા આવવા, મોઢાની બહારની બાજુ દુઃખાવો થવો, દાંતમાં ઝણઝણાટી આવવી, પેઢામાં ફોલી(બ્લીસ્ટર) પડી જવી, મોઢા અને પેઢાની ચામડીમાં સફેદ અથવા લાલ ચાંદા પડવા તથા દાંત અને જડબામાં દુઃખાવો થવો વગેરે બાબતોને ધ્યાનમાં લેવામા આવે છે.
આ પણ વાંચો -
- ડોક્ટરોની ચેતવણી, છાણ અને ગૌમૂત્રની થેરાપી ઇમ્યુનિટી વધારવાને બદલે મ્યુકોરમાઈકોસિસને નોતરી શકે છે
- બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે 'યેલો ફંગસ'નો કહેર, જાણો શું છે આ રોગ
- બ્લૅક ફંગસ: સુરત જ્યાં સૌથી વધું કેસ આવ્યાં એ શહેરના આંખોના ત્રણ ડૉકટરોને સાંભળો
- 5 રાજ્યોમાં મહામારી જાહેર થનાર મ્યુકોરમાઈકોસિસ છે શું?
- યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવાર માટેની ગાઇડલાઇન જાહેર
- રાજ્યમાં કોરોના સાથે મ્યુકોરમાઈકોસિસનું સંકટ, જાણો શું છે આ બીમારી
- પુત્રએ મ્યુકોરમાઇકોસિસના રોગમાં ઉપયોગી ત્રણ ઇન્જેક્શન માતા માટે રાખી બાકીના 2 યુવાનોની સારવાર માટે આપી દીધા
- કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી
- ETV અગ્રેસર : મ્યુકોરમાઇકોસિસની સારવારમાં એક સુત્રતા લાવવા 11 તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સની રચના કરાઈ
- કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી
- મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે