કચ્છ દિલ્હીના મુખ્યપ્રધાન Delhi Chief Minister અરવિંદ કેજરીવાલે આજે ભુજની એક હોટલમાં ભુજની શાળા, કોલેજના છાત્રો શિક્ષકો અને અધ્યાપકો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આપની સરકાર ગુજરાતમાં સત્તા પર આવશે તો શિક્ષણ ક્ષેત્રે કયા કયા પ્રકારની સુવિધા Facilitation in education sector અને રાહત અને ગેરંટી અપાશે તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
લમ્પીથી મૃત્યુ પામેલી ગાયો માટે બે મિનિટનો મૌન રખાયું દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, કૈલાશ ગઢવી, ગુલાબસિંગ યાદવ, મનોજ સોરઠીયા સહિતના આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ કચ્છ જિલ્લામાં લમ્પી રોગથી Lumpy disease in Kutch district મૃત્યુ પામેલી ગાયો Cows Died due to Lumpy Disease માટે બે મિનિટનો મૌન રાખવા માટે અપીલ કરી હતી. ટાઉનહોલમાં ઉપસ્થિત તમામ લોકોએ મૌન પાડ્યું હતું.
આ પણ વાંચો હવે શાળાઓ નહીં કરી શકે મનમાની, નહીં તો થશે કડક કાર્યવાહી
સ્થાનિક લોકો અને વિધાર્થીઓ સાથે કર્યો સંવાદ અરવિંદ કેજરીવાલે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સરહદી વિસ્તારમાં શૈક્ષણિક સુવિધા વિકસાવવા Develop Educational Facilities અંગે સવાલો કર્યા હતા. લોકોએ આજે અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છાઓ પર પાઠવી હતી. જન્મદિવસ નિમિત્તે સ્થાનિક લોકોએ જો આપની સરકાર આવે તો કચ્છ જિલ્લામાં નર્મદાના પાણી આપવા માટે રિટર્ન ગિફ્ટ માંગી હતી. 2001ના ભૂકંપમાં આસપાસની સ્થાનિક કંપનીઓ દ્વારા દત્તક લેવાયેલા ગામોનું આજ સુધી રજીસ્ટ્રેશન નથી થયું. તેની નોંધણી કરાવવા અંગેની પણ માંગણી કરી હતી.
ગુજરાતમાં AAPની સરકાર આવશે તો ગુજરાતનું શિક્ષણ સુધરશે અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યારે પણ શાળાઓ અને શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને દિલ્હીનું શિક્ષણ સુધાર્યું છે. ગુજરાતમાં પણ જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતનું શિક્ષણ પણ સુધારવામાં આવશે. કોઈ પણ શિક્ષકને અભ્યાસ કરાવવા સિવાયના કોઈપણ કાર્ય નહીં આપવામાં આવે. ગુજરાતની અંદર તો ફી માટે કમિટી બનાવવામાં આવી છે. જે લગાતાર ફી માં ઘટાડો કરવાની જગ્યાએ વધારી રહી છે. સરકાર પણ પ્રાઇવેટ શાળાના પૈસા ખાય છે. તેવો આક્ષેપ કર્યો હતો.
વિદ્યાર્થીઓનું એડમિશન ઉચ્ચકક્ષાની કોલેજોમાં થયું છે ગુજરાતમાં 44 લાખ બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે. 53 લાખ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે. સરકારી શાળાની હાલત ખૂબ જ ખરાબ છે. દિલ્હીમાં જે ગરીબ લોકોના બાળકો ઉચ્ચકક્ષાની યુનિવર્સિટી અને કોલેજોમાં એડમિશન લેવાનું સપનું નથી જોયું તેવા વિદ્યાર્થીઓનું એડમિશન આમ આદમી પાર્ટીની સરકારમાં ઉચ્ચકક્ષાની કોલેજોમાં થયું છે.
ગુજરાતમાં સરકારી શાળાઓને સુવ્યવસ્થિત કરવામાં આવશે ગુજરાતમાં સરકારી શાળાઓને સુવ્યવસ્થિત કરવામાં આવે તો ગુજરાતના 53 લાખ બાળકો પણ આગળ આવશે અને ગુજરાત પણ આગળ આવશે. દિલ્હીમાં સરકારી શાળાઓની સ્થિતિ સારી કરવામાં આવી છે. જેના લીધે દિલ્હીમાં ચાર લાખ બાળકોએ શાળામાં દિલ્હીમાં પ્રાઇવેટ શાળાને ફી વધારવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પ્રાઇવેટ શાળાઓને ઓડીટીંગ કરાવ્યું હતું. જેમાં પ્રાઇવેટ શાળાઓ બાળકોની ફીમાંથી બેંકમાં FD કરાવી હતી તેવું બહાર આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ આ FD તોડાવીને બાળકોને ફી પાછી અપાવી હતી.
શિક્ષણ મુદ્દે 5 ગેરંટીઓ અરવિંદ કેજરીવાલે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શિક્ષણ મુદ્દે પાંચ ગેરંટીઓ આપી હતી. જેમાં ગુજરાતમાં બાળકોને ફ્રી અને સારું શિક્ષણ મળશે, ગુજરાતમાં સરકારી શાળાઓને શાનદાર બનાવવામાં આવશે, હાલની શાળાઓમાં પણ સુધારો વધારો કરવામાં આવશે, પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરે તેવા પ્રયત્નો કરવામાં આવશે, તમામ પ્રાઇવેટ શાળાઓનો ઓડિટ કરાવવામાં આવશે, જે શાળાએથી વધારી છે તે ફી ઘટાડવામાં આવશે, યુનિફોર્મ અને પુસ્તકોનું શાળામાંથી જે ફરજિયાત ખરીદી કરવાનું હોય છે તે દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો શિક્ષક ભરતી કૌભાંડ કેસઃ પૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ, અર્પિતા મુખર્જી કસ્ટડીમાં
પોલીસને ગ્રેડ પે આમ આદમી પાર્ટી અપાવશે આ ઉપરાંત, પ્રવાસી શિક્ષકોને કાયમી શિક્ષક તરીકે નિમવામાં આવશે. નવી નવી જગ્યાઓ શિક્ષકો માટે બહાર પાડવામાં આવશે. શાળાની અંદર શિક્ષકોની ભરતી વધારવામાં આવશે. શિક્ષકોને અભ્યાસ કરાવવા સિવાયની કોઈપણ ડ્યુટી આપવામાં નહીં આવે. તેવી ગેરંટી અરવિંદ કેજરીવાલે આપી હતી. પોલીસના ગ્રેડ પે અંગે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પોલીસ ગ્રેડ પે માટે ગુજરાત સરકાર લોલીપોપ આપી રહી છે. માત્ર ભથ્થામાં વધારો કર્યો છે. આમ આજની પાર્ટીએ પણ પોલીસના ગ્રેડ પે માટે ટેકો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટી પોલીસ કર્મીઓને ગ્રેડ પે અપાવશે તેવી ખાતરી આપી હતી.
ફ્રી શિક્ષણ એ રેવડી નથી: અરવિંદ કેજરીવાલ આ ઉપરાંત જણાવ્યું હતું કે તેમને ખૂબ જ દુખ છે કે ફ્રી શિક્ષાને રેવડી કહેવામાં આવે છે. જો ભારતને સમૃદ્ધ બનાવવું હશે તો ફ્રીમાં શિક્ષા આપવું પડશે. ફ્રી શિક્ષણએ રેવડી નથી. દિલ્હીમાં તેમજ પંજાબમાં મફત વીજળી આપવામાં આવી છે. જો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો ગુજરાતમાં પણ મફતમાં વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટી કોઇની ખીલાફ નથી તે જનતા માટે કામ કરવાની છે.