ETV Bharat / state

મિશન ખાખી હેઠળ ગુજરાત પોલીસદળમાં ભરતીની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અપાયું - Kutch SP Saurabh Singh

પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આજે ભુજ પોલીસ તાલીમ ભવન ખાતે મિશન ખાખી કાર્યક્રમ યોજાયો હતો. પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની અધ્યક્ષતા હેઠળ યોજાએલા આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર, ઈન્ટેલિજન્સ ઓફિસર અને મદદનીશ સબ ઈન્સ્પેકટર (હથિયાર, બિન હથિયારધારી)ની કુલ 431 મહિલાઓની ભરતી થવાની છે.

મિશન ખાખી હેઠળ ગુજરાત પોલીસદળમાં ભરતીની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અપાયું

author img

By

Published : Apr 7, 2021, 9:10 PM IST

  • મિશન ખાખી હેઠળ ગુજરાત પોલીસદળમાં 431 મહિલાઓની ભરતી થશે
  • પોલીસ ભરતી માટે મિશન ખાખી મદદરૂપ બનશે
  • ભુજમાં વીરાંગના સ્પેશિયલ સ્કવોડ કાર્યરત
  • ફેસબૂક લાઇવ દ્વારા મિશન ખાખીનો લાભ લેવામાં આવ્યો

    કચ્છઃ કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાવો, બેઢી પઢાઓ સેલ અન્વયે 50 ઉપરાંત દીકરીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ કચ્છ મહિલા કચેરીના ફેસબૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂક લાઈવ પર અન્ય ભરતી માટે અરજી કરનાર દીકરીઓએ પણ “મિશન ખાખી” કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    ગુના પીડિતને ન્યાયનો વિશ્વાસ આપવા પોલીસ ખાતું સક્ષમ

    પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે કોઇ પણ જગ્યાની ભરતી માટે અરજી કરીએ ત્યારે તેનું લક્ષ્ય અને મહત્વ તેમજ ઉપયોગિતા જાણવી અગત્યનું પરિબળ છે. સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવી શકીએ. પ્રજા અને જાહેર મિલકતની રક્ષા, કાયદાનો અમલ કરાવવો એ પોલીસની કામગીરી છે. કોઇપણ ઘટના કે ગુના પીડિત પોલીસ પાસે આવે તો તેને ન્યાયનો વિશ્વાસ આપવા પોલીસ ખાતું છે. પોલીસે ઘટના કે ગુનામાં પીડિતનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે.

આ પણ વાંચોઃ ખાલી પડેલી આસિસ્ટન્ટ કમિશનરની જગ્યાને વેઇટિંગ લિસ્ટ મુજબ ભરવા અરજી કરાઇ

શારીરિક સાથે માનસિક ક્ષમતા પણ મહત્વપૂર્ણ

પડકારો અને કાયદાઓની જવાબદારીવાળી આ સેવામાં શારીરિક સાથે માનસિક ક્ષમતા પણ મહત્વપૂર્ણ છે. મનમાં ધ્યેય નકકી કરી લેશો તો આવનારા પડકારોને પણ પહોંચી વળાશે એમ સૌરભ સિઘે તેમના સંબોધનમાં જણાવ્યું હતું.

વીરાંગના સ્પેશિયલ સ્ક્વોડની મહિલાઓને બિરદાવવામાં આવી

મહિલાઓની સુરક્ષા માટે આજથી ભુજ શહેરમાં કાર્યરત થતી વીરાંગના સ્પેશિયલ સ્ક્વોડની આઠ જાંબાજ મહિલાઓને પણ બિરદાવવામાં આવી હતી.

ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ

જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારી અવનિબેન રાવલે આ તકે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે તૈયારી કરનાર મહિલાઓ માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ થશે. મિશન ખાખીમાં અપાતું માર્ગદર્શન અને પરીક્ષાલક્ષી તૈયારી તેમના ઉજ્જવળ ભવિષ્યની તાલીમની સોનેરી તક છે, જેમાં કચ્છની મહિલાઓએ ઉત્સાહ દેખાડયો છે.

વીરાંગના સ્પેશિયલ સ્ક્વોડને લીલી ઝંડી આપવામાં આવી

એસ.પી. સૌરભ સિંઘે ભુજ શહેરમાં આજથી કાર્યરત થતી વીરાંગના સ્પેશિયલ સ્કવોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે કોવિડ-19ની ગાઇડલાઇન સાથે ગુજરાત પોલીસ દળમાં ભરતીની તૈયારી કરનાર મહિલાઓ સાથે પશ્ચિમ કચ્છ પોલીસના અને જિલ્લા મહિલા અને બાળ કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ પોલીસ ભરતી જૂના નિયમો આધારે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.