ETV Bharat / state

Kutch News: ભુજમાં હરિભક્તો માટે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય તેવું આયોજન કરાયું - temple of Bhuj

પુરૂષોત્તમ માસ અને શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ અનેક રીતે મહત્વ ધરાવે છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદી મંદિરમાં જુદાં જુદાં હિંડોળાની સાથે બાર જ્યોતિર્લિંગ મહાદેવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ સોમનાથ મંદિરનું આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

ભુજના પ્રસાદી મંદિરમાં હરિભક્તો માટે બાર જ્યોતિર્લિંગના દર્શનનું કરાયું આયોજ

author img

By

Published : Aug 10, 2023, 2:27 PM IST

ભુજના પ્રસાદી મંદિરમાં હરિભક્તો માટે બાર જ્યોતિર્લિંગના દર્શનનું કરાયું આયોજન

કચ્છ: શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને ઝૂલામાં બેસાડી સંતો મહંતો દ્વારા દર વર્ષે ભગવાનને ઝૂલે ઝુલાવી હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદી મંદિરમાં હિંડોળા મહોત્સવની સાથે સાથે જ્યોતિર્લિંગની થીમ પર પણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.દરેક શિવભક્તોની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરે ત્યારે ભુજમાં શિવભક્તો માટે બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

12 જ્યોર્તિલિંગના આબેહૂબ દર્શન: પ્રસાદી મંદિરમાં જુદી જુદી સામગ્રીમાંથી બનાવવામાં આવેલા 12 જેટલા હિંડોળાના દર્શન કર્યા બાદ ભક્તો માટે અહી દેશના જુદાં જુદાં સ્થળે આવેલા બાર જ્યોતિર્લિંગ મહાદેવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન, ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવ,મધ્યપ્રદેશનું ઓમકારેશ્વર મહાદેવ, ઉતરાખંડનું કેદારનાથ મહાદેવ, મહારાષ્ટ્રનું ભીમાશંકર, ઉતરપ્રદેશનું વિશ્વનાથ, મહારાષ્ટ્રનું ત્ર્યંબકેશ્વર, ઝારખંડનું વૈદ્યનાથ મહાદેવ, ગુજરાતનું નાગેશ્વર મહાદેવ, તમિલનાડુનું રામેશ્વરમ અને મહારાષ્ટ્રના ધૃષણેશ્વર મહાદેવના શિવલિંગનું આબેહૂબ પ્રદર્શન કરવા આવ્યું છે.

સોમનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ

અનોખું આયોજન: પ્રસાદી મંદિરના કોઠારી સ્વામી હરીકૃષ્ણન સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,"હાલમાં પુરષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. એમાંય વિશેષ કરીને આ વખતે તો 60 વર્ષ પછી પુરુષોત્તમ માસની અંદર પર શ્રાવણ માસ આવ્યો છે. એટલે વિશેષ કરીને મંદિરના મહંત સ્વામી,પૂજ્ય જાદવજી ભગત ,મંડળના મંડલેશ્વર પૂજ્ય દેવપ્રકાશ સ્વામી તમામ વડીલ સંતોની આજ્ઞાથી દર વર્ષે સંતો દ્વારા અહીઁ કાંઈક ને કાંઈક નવું આયોજન કરવામાં આવતું જ હોય છે.

પરસોતમ માસ અને શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ અનેક રીતે મહત્વ ધરાવે છે

વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું: સોમનાથ મહાદેવ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ"શ્રી હરિનો મહિનો એટલે પુરુષોત્તમ માસ અને એમાં પવિત્ર શ્રાવણ માસ એટલે કે મહાદેવજીનો મહિનો. બંને મહિનાઓ પવિત્ર મહિનાઓ કહેવાય છે. જેને લક્ષમાં રાખીને શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રસાદી મંદિર ભુજ દ્વારા આ વખતે દ્વાદશ જ્યોતિર્લિંગ અને બાર હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનના લાભ હજારો હરિભક્તો લઈ રહ્યા છે. ખાસ કરીને અહી સોમનાથ મંદિરને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે આપણું ગુજરાતનો સૌથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ છે.

શ્રાવણ માસ આવતા અનોખું આયોજન
શ્રાવણ માસ આવતા અનોખું આયોજન

1000 જેટલા કમળથી મહાદેવનું પૂજન: 1000 કમળ અને 1000 બીલીપત્રથી મહાદેવનું પૂજનઆ પ્રસાદી મંદિરમાં ઉભુ કરવામાં આવેલ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ આબેહૂબ સોમનાથ મહાદેવના મંદિર સમાન છે. આ મંદિરમાં દરરોજ શ્રી હરિ પૂજન, ગણપતિ પૂજન, નવદુર્ગા પૂજન તેમજ રાધાકૃષ્ણ દેવનું પૂજન થાય છે. દરરોજ અહી મહાદેવનું અભિષેક પણ થાય છે. વિશેષ કરીને સોમવારના દિવસે 1000 નામોથી મહાદેવજીનું પૂજન થાય છે. 1000 જેટલા કમળથી મહાદેવનું પૂજન કરવામાં આવે છે. તો 1000 જેટલા બીલીપત્ર પણ મહાદેવને ચડાવવાના આવે છે. પ્રસાદી મંદિર દ્વારા કરવામાં આવેલ આ આયોજનનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તો લઈ રહ્યા છે. તો આપ અન્ય હરિભક્તોને દિવ્ય દ્રષ્ટિનો લાભ લેવા માટે પ્રસાદી મંદિરના કોઠારી સ્વામી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

  1. Kutch News: ચોમાસામાં નીકળતા સાપનું કુલ 29 જેટલા તાલીમબદ્ધ સ્નેક રેસ્ક્યુઅર્સ કરી રહ્યા છે રેસ્ક્યુ
  2. Kutch News : કચ્છના બે યુવાનોએ પોતાની કોઠાસૂઝથી બનાવ્યા 6 FPV ડ્રોન, કેવી રીતે જૂઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.