ETV Bharat / state

Darshan of Jyotirlinga: મહાશિવરાત્રીએ શિવભકતો એક જ સ્થાને કરી શકશે 12 જ્યોતિર્લિંગના દર્શન - Prajapita Brahmakumari Ishwariya Vishwa Vidyalaya

પરમાત્મા શિવના દિવ્ય અવતરણના યાદગાર મહાશિવરાત્રી (Maha Shivaratri 2022)પર્વના ઉપલક્ષમાં ભુજમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સ્થાનીય સેવા કેન્દ્ર પર બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું(Darshan of Jyotirlinga)ભવ્ય આયોજન કરાયું છે. જેમાં બાર જ્યોતિર્લિંગ મંદિર દર્શન આધ્યાત્મિક પ્રદર્શન અને રાજયોગ અનુભૂતિ પણ કરાવવામાં આવશે.

Darshan of Jyotirlinga: મહાશિવરાત્રીના શિવભકતો એક જ સ્થાને કરી શકશે 12 જ્યોતિર્લિંગના દર્શન

author img

By

Published : Feb 28, 2022, 6:13 PM IST

કચ્છઃ મહાશિવરાત્રી એટલે(Maha Shivaratri 2022) ભગવાન શિવની ઉપાસનાનો સૌથી મોટો દિવસ. તમામ શિવભક્તો આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે. દરેક શિવભક્તોની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન (Darshan of Jyotirlinga)કરે ત્યારે ભુજમાં શિવભક્તો માટે બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

12 જ્યોતિર્લિંગના દર્શન

2જી માર્ચ સુધી શિવભક્તો 12 જ્યોતિર્લિંગની ઝાંખી નિહાળી શકશે

ભુજના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય (Prajapita Brahmakumari Ishwariya Vishwa Vidyalaya)દ્વારા સ્થાનીય સેવા કેન્દ્ર પર સોમનાથ, ત્ર્યંબકેશ્વર, મલ્લિકાર્જુન, ઓમકારેશ્વર, ધૃષ્ણેશ્વર, કેદારનાથ, વૈદ્યનાથ, વિશ્વનાથ, નાગેશ્વર, રામેશ્વર, ભીમાશંકર અને મહાકાલેશ્વર એમ બારેય જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરી શકાશે. ભુજના બ્રહ્માકુમારી, તપસ્યા ભવન ખાતે તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી શિવભક્તો આ ઝાંખી નિહાળી શકાશે.

એક જ સ્થાન પર શિવભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે

આ અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના બ્રહ્માકુમારી બીના બહેને જણાવ્યું હતું કે, અહી એક જ સ્થાન પર બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના દર્શન કરવા માટે શિવભક્તો દૂર દૂર સુધી જતાં હોય છે ત્યારે શિવભક્તો અહીં દર્શન કરવા માટે આવીને તે લહાવો લઈ શકે છે.

આ પણ વાંચોઃ ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ, જેમની દ્રષ્ટિ માત્રથી તમામ તકલીફો થશે દૂર

નવી સતયુગી દુનિયાની સ્થાપનાનું કાર્ય

પિતા પરમાત્મા શિવ કે જેઓ આ સૃષ્ટિ પર અવતરિત થાય અને અત્યારે જે ધર્મ ગ્લાનીનો સમય ચાલી રહ્યો છે જેમાં ધર્મો ધર્મો વચ્ચે ધર્મયુદ્ધ થઈ રહ્યા છે. ગૃહ યુધ્ધ થઈ રહ્યા છે ત્યારે તે એજ સમય છે કે જ્યારે પરમાત્મા પિતા કલયુગરૂપી ઘોર અંધારી રાત્રિમાં આ સૃષ્ટિ ઉપર અવતરિત થાય છે અને સાચા અર્થની અંદર શિવરાત્રી કોને કહેવાય એનો અર્થ પણ સમજાવે છે અને નવી સતયુગી દુનિયાની સ્થાપનાનું કાર્ય કરાવે છે.

વ્યસન અને બુરાઈઓનો શિકાર બની ગઈ

સમગ્ર વિશ્વની આત્માઓ અત્યારે વિકાર, વ્યસન અને બુરાઈઓનો શિકાર બની ગઈ છે. જેને કારણે દુઃખી અને અશાંત છે તો પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ ઉપર અવતરિત થઈ ચૂક્યાં છે. ભગવાન શિવ કલયુગરૂપી ઘોર અંધારી રાત્રિમાં અને સર્વ મનુષ્ય આત્માઓને સાચા અર્થમાં સુખ અને શાંતિનો વારસો અપાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રીના પર્વે વિવિધ શહેરોના સેવાભાવિઓ દ્વારા નિ:શુલ્‍ક ફળાહાર સેવાયજ્ઞનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.