ETV Bharat / state

Cyclone Biparjoy Update : કચ્છમાં બિપરજોય વાવાઝોડા સામે લડવા સજજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, ક્યાં મૂકાઇ જૂઓ

બિપરજોય વાવાઝોડાની શકયતા અને અસરને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં બે એનડીઆરએફ તથા બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર બચાવ કામગીરી માટેની ટીમો સાથે સજ્જ છે.

Cyclone Biparjoy Update : કચ્છમાં બિપરજોય વાવાઝોડા સામે લડવા સજજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, ક્યાં મૂકાઇ જૂઓ
Cyclone Biparjoy Update : કચ્છમાં બિપરજોય વાવાઝોડા સામે લડવા સજજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, ક્યાં મૂકાઇ જૂઓ
author img

By

Published : Jun 12, 2023, 8:39 PM IST

બચાવ કામગીરી માટેની ટીમો સાથે સજ્જ

કચ્છ : હાલમાં ગાંધીધામ ખાતે 19 કર્મચારીઓની NDRF ની ટીમ સાથેની તો માંડવીમાં 13 કર્મચારીઓની એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં 19 કર્મચારીની ટીમ તથા ભુજમાં 21 કર્મચારીના બળ સાથેની એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. તો જિલ્લા પોલીસ તંત્ર પણ દરિયા નજીકના રહેણાંક પરથી સ્થળાંતરની કામગીરી કરી રહયું છે અને માછીમારો તેમજ સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાને લેતાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં 21 લોકોની ટીમ દરેક મોરચે કામગીરી કરવા ટીમ તહેનાત છે.બચાવ કામગીરી માટે બોટ ,લાઇફ જેકેટ, ઓવીએમ વગેરે જેવા સાધનો છે. કોમ્યુનિકેશન ઠપ્પ થઇ જાય તો સંચાર વ્યવસ્થા જાળવવા માટેની QDA સિસ્ટમ પણ સાથે લઈ આવ્યા છે. આ સાથે કોઇપણ વ્યકિત ફસાય તો રાહત અને બચાવકાર્ય માટે SDRF ની ટીમ પાસે પૂરતા સંસાધનો છે...દિનેશ પટેલ(એસડીઆરએફના સબ ઇન્સ્પેકટર)

શેલ્ટર સેન્ટર ખાતે લઇ જવાની કામગીરી શરૂ : આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા માંડવી અને જખૌ સહિતના કાંઠાળ વિસ્તારમાં સતત લોકોને જોખમી સ્થાન છોડી સલામત સ્થળે પહોંચવા માટે સમજૂતી આપીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરાઈ છે. કાંઠા વિસ્તારના ગામોના લોકોને જરૂરીયાત મુજબ તંત્ર દ્વારા ઉભા કરાયેલા શેલ્ટર સેન્ટર ખાતે લઇ જવાની કામગીરી ચાલી રહી છે.

અબડાસાના કાંઠા વિસ્તારમાં એસડીઆરએફ : સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને SDRFની ટીમ કચ્છ આવી પહોંચી છે અને હાલમાં SDRFની ટીમોએ દરિયા કાંઠાના વિસ્તારોના વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી છે તો અબડાસાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓની મુલાકાત લીધી છે અને આવનાર પરિસ્થિતિને અનુલક્ષીને ગામડાઓની સ્થિતિ જાણી છે જેથી કરીને આપત્તિ સમયે કંઈ રીતે પરીસ્થિતિને હેન્ડલ કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિથી લોકોને બચાવી શકાય

જીવનજરુરી ચીજોનો બંદોબસ્ત : આ સાથે પાણીના ટેન્કર, કપરી સ્થિતિમાં ખાણી-પીણીનો પૂરવઠો ન ખોરવાય તે પ્રકારની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા આંતરીક સંકલન સાધીને કરવામાં આવી રહી છે. તો કચ્છની વિવિધ સેવાકીય સંસ્થાઓ પણ વહીવટી તંત્રને ઉપયોગી બની રહી છે.

  1. Cyclone Biparjoy: કચ્છના દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
  2. Cyclone Biparjoy Updates : બિપરજોય વાવાઝોડાને લઇ કંડલા બંદર ખાલી કરાવાયું, સ્થાનિક આગેવાનો સાથે બેઠક
  3. Cyclone Biparjoy : ગુજરાતમાં જોવા મળશે બિપરજોયની અસર, 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અને રાજ્યમાં વરસાદી માહોલ થશે : અંબાલાલ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.