ETV Bharat / state

Cyclone Biparjoy : વાવાઝોડાની આપદા સમયે આંતરિક કમ્યુનિકેશન માટે વાયરલેસ યુનિટ સાબદું

author img

By

Published : Jun 14, 2023, 6:29 PM IST

કચ્છ પોલીસ વિભાગે વાવાઝોડાની આપદા સમયે આંતરિક કમ્યુનિકેશન જાળવી રાખવા વાયરલેસ યુનિટ સાબદું કર્યું છે. કુલ 195 વાયરલેસ સેટની મદદથી પોલીસ વિભાગ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન રહીને રાહત બચાવની કામગીરી કરશે.

Cyclone Biparjoy : વાવાઝોડાની આપદા સમયે આંતરિક કમ્યુનિકેશન માટે વાયરલેસ યુનિટ સાબદું
Cyclone Biparjoy : વાવાઝોડાની આપદા સમયે આંતરિક કમ્યુનિકેશન માટે વાયરલેસ યુનિટ સાબદું

કચ્છ : જિલ્લાના બિપરજોય વાવાઝોડાની સંભાવનાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસનું વાયરલેસ યુનિટ સક્રિય થઈ ગયું છે. પ્રાંત અધિકારીઓ, મામલતદારઓને વાયરલેસ યુનિટ ફાળવીને આપદા સમયે જિલ્લા વહીવટી તંત્રનું કમ્યુનિકેશન નેટવર્ક ધમધમતું રાખવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. શેલ્ટર હોમ્સ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નજીકના પોલીસ સ્ટેશન સાથે મેપ કરીને વાયરલેસ યુનિટ સંદેશા વ્યવહારની મહત્વની કામગીરી કરશે.

95 VHF સેટ ઉપલબ્ધ : વાયરલેસ PSI કપિલ ઝાલાએ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી કમ્યુનિકેશન નેટવર્ક ચાલુ રહે. આકસ્મિક પરિસ્થિતિમાં વાયરલેસ યુનિટ કમ્યુનિકેશન માટે મહત્વપૂર્ણ બની જાય છે. જિલ્લામાં કુલ 195 VHF સેટ ઉપલબ્ધ છે. જેમાં 75 સેટ સ્થાયી છે. જેને વાહનોમાં કે એક જગ્યાએ લગાવીને ઉપયોગ લેવામાં આવી રહ્યા છે. જ્યારે 120 મોબાઈલ સેટ હોવાથી તેને કોઈપણ જગ્યાએ ઓપરેટ કરી શકાય છે.

કેવી રીતે કામગીરી થશે : ખાસ કરીને ટેકનિકલ ખામી નિવારણ હેતુ, કમ્યુનિકેશન વિના વિક્ષેપે જાળવી રાખવા માટે વાયરલેસ યુનિટની ત્રણ ટીમો પણ કાર્યરત છે. વાવાઝોડાના સંભવિત વિસ્તાર એવા નલિયા ખાતે એક ટીમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરશે. અન્ય બે ટીમમાં એક ટીમ માતાના મઢ ખાતે જ્યારે એક ટીમ મુખ્ય મથક ભુજ ખાતે રહીને સંદેશા વ્યવહાર સુચારુ રીતે થાય તે માટે કામગીરી કરશે. ખાસ કરીને કોસ્ટલ પોલીસ સ્ટેશન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ વરસાદની સ્થિતિને લઈને રિપોર્ટિંગ કરી શકે તે માટે 17 વાયરલેસ ફ્લડ સ્ટેશન કાર્યરત છે અને એક ફ્લડ કંટ્રોલ સ્ટેશન પણ ઊભું કરાયું છે.

  1. Cyclone Biparjoy: રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોના 2000 લોકોનું સ્થળાંતર
  2. Cyclone Biparjoy: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે બે દિવસ લોકો માટે બંધ રહેશે
  3. Cyclone Biparjoy: નલિયા નજીકનુ છછી ગામ ખાલી કરાવવા માટે તંત્રને કરવી પડી મથામણ, આખરે લોકો માન્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.