કચ્છ : ક્રિકેટ મેચને સૌથી વધારે રસપ્રદ બનાવવાનું કાર્ય કોમેન્ટ્રી કરતી હોય છે. જે લહેકાથી કોમેન્ટ્રી (Bhuj Cricket Tournament) કરવામાં આવતી હોય છે તેનાથી મેચમાં રોમાંચ પણ જામતો હોય છે. ત્યારે હાલ ભુજમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા આયોજિત યુવા પ્રીમિયર લીગ સીઝન 2માં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી અને સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દીમાં કોમેન્ટ્રી સાંભળી હશે, પરંતુ શું ક્યારેય સંસ્કૃત અને કચ્છની મીઠી કચ્છી ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે? જી હા, બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં તેમજ કચ્છીમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. જેથી મેચમાં ભાગ લેનારા, ટુર્નામેન્ટના આયોજકો તેમજ પ્રેક્ષકો રોમાંચિત થયા હતા. (Cricket Tournament in Bhuj)
5 ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી આજના યુવાનો ક્રિકેટ તરફ ખૂબ વળી રહ્યા છે. કોઈ શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે તો કોઈ મનોરંજન માટે તો કોઈ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ક્રિકેટ રમી રહ્યા છે.આજકાલ ક્રિકેટનો ક્રેઝ પણ ખૂબ વધી રહ્યું છે અને આ જ કારણોસર સ્થાનિક સ્તરે દરેક જગ્યાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં લાઈવ કોમેન્ટ્રી પાંચ પાંચ ભાષાઓમાં કરવામાં આવી રહી છે. જે ભાગ લેનારા ખેલાડીઓ માટે ઉપરાંત પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. (Bhuj Brahm samaj Yuva pankh)
કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને લાગી નવાઈ ભુજમાં યોજાયેલી સમસ્ત બ્રહ્મસમાજની યુવા પાંખની મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઈ લાગી હતી. પરંતુ થોડા જ સમયમાં લોકોને રમત કરતાં કોમેન્ટ્રીમાં વધુ મજા આવવા લાગી હતી. પ્રેક્ષકોના આટલા ઉત્સાહને જોઈને હવે આયોજકો ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ કે જે 19મી ફેબ્રુઆરી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના દિવસે સંપૂર્ણ રીતે સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવશે. તેવું સમસ્ત બ્રહ્મસમાજની યુવા પાંખના પ્રમુખ અનિક જોષીએ જણાવ્યું હતું. (Cricket Tournament Live Commentary in Bhuj)
આ પણ વાંચો ભારત- શ્રીલંકા મેચ દરમિયાન પીચ પર જવા મામલે યુવક પર પોલીસ ફરીયાદ નોંધાઈ
ક્રિકેટમાં ઉપયોગ થતાં સંસ્કૃતના શબ્દો સંસ્કૃત ભાષામાં માહેર ગૌરાંગ ગોરેએ એક હિન્દી કોમેન્ટેટર પોતાની સાથે મળીને તેનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું. લાઈવ મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ શબ્દો અંગે વાતચીત કરતા ગૌરાંગ ગોરે જણાવ્યું હતું કે, સંસ્કૃતમાં ક્રિકેટને क्रिकेटक्रीडा અથવા कंदूकक्रीडा કહેવામાં આવે છે. ક્રિકેટની પીચને क्षिप्या, બેટને वैट, બોલને कंदुकम, વિકેટકીપરને स्तोभरक्षकः કહેવામાં આવે છે. એવી જ રીતે अवक्षिप्तम (Short pitch), गृहीतः (Catch out), स्तोभितः (Stump out), धाविन्नष्टम (Run out), गेंदितः (Bold), पादवाधा (LBW), अपकंदुकम (Wide ball), नोकंदुकम (No ball), वेधः (Hit), चतुष्कम (Four), षठकम (Six), धावनम (Run), निर्णायकः (Umpire), वल्लकः (Batsman), गेंदकः (Bowler), चक्रगेंदकः (Spinner), स्तोभः (Wicket), पर्यासः (Over), घातगेंदु (Bounce), वेद्यम (Target) વગેરે શબ્દોનો પ્રયોગ લાઈવ કોમેન્ટ્રી દરમિયાન કરવામાં આવ્યો હતો. (Cricket Commentary in Sanskrit)
આ પણ વાંચો India vs Sri Lanka: T20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ, ODI સિરીઝમાં ફરી જોવા મળશે
200 જેટલા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો આ અંગે ભુજના સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ અનિક જોષીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે સારા સમર્થન બાદ આ વર્ષે ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા બ્રહ્મ સમાજના યુવાનો માટે યુવા પ્રીમિયર લીગ સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. કુલ મળીને 200 જેટલા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. 19મી ફેબ્રુઆરી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના દિવસે ફાઈનલ મેચ યોજવામાં આવશે. આ વખતે ટુર્નામેન્ટમાં પાંચ ભાષામાં કોમેન્ટ્રી કરવાનો નવો પ્રયત્ન કર્યો છે. ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષાનું અનેરો મહત્વ છે તો એ ભાષામાં પણ કોમેન્ટ્રી કરવાનો પ્રયાસ કર્યો છે.