ETV Bharat / state

Corona vaccination in Gujarat: ભુજના માધાપર ગામમાં કોરોના રસી લેનારા લોકોને 5 કિલો ચોખાની ભેટ - New campaign for corona vaccination in Madhapar village

ભુજ પાસે આવેલા માધાપર ગામમાં કોરોના રસીકરણ માટે નવતર ઝુંબેશ હાથ(New campaign for corona vaccination in Madhapar village) ધરવામાં આવી છે. જેમાં કોરોના રસી લેનાર લોકોને પાંચ કિલો ચોખા ભેટમાં( Rice gift to Corona vaccinator)આપવમાં આવે છે. ગામના જે લોકોએ રસી(Corona vaccination in Gujarat) નથી લીધી તેમને રસી લેવા આકર્ષવા તથા રસીકરણને વેગ મળે તે હેતુથી માધાપર ગામના સરકારી દવાખાનામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Corona vaccination in Gujarat: ભુજના માધાપર ગામમાં કોરોના રસી લેનારા લોકોને 5 કિલો ચોખાની ભેટ

author img

By

Published : Jan 1, 2022, 3:41 PM IST

ક્ચ્છઃ ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં કોરોના રસીકરણ માટે એક નવતર ઝુંબેશ(New campaign for corona vaccination in Madhapar village) હાથ ધરવામાં આવી છે. કોરોના રસી લેનારા લોકોને પાંચ કિલો બાસમતી ચોખા ભેટમાં ( Rice gift to Corona vaccinator)આપવામાં આવી રહ્યા છે. આ યોજના શરૂ કર્યા બાદ રસી લેનારા લોકોની સંખ્યામાં દોઢ ગણો વધારો નોંધાયો છે.

નવતર પ્રયોગ

કોરોના રસીકરણ માટે નવતર ઝુંબેશ

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ખોયો છે તો અનેકના ધંધા રોજગાર પડી ભાગ્યા હતા. આ મહામારીથી લડવાનો એકમાત્ર ઉપાય એવી કોરોના રસીએ દુનિયાને એક નવી ઉમ્મીદ આપી છે. ભારતમાં પણ કરોડો લોકોએ રસી(Corona vaccination in Gujarat) લીધી છે પરંતુ હજુ પણ અનેક લોકો રસી લેવા માટે આગળ નથી આવી રહ્યા. તેમજ કોરોનાનો પ્રકોપ ઓછો થતા અનેક લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. પરંતુ હવે જ્યારે નવો વેરિયન્ટ ઓમિક્રોનએ પણ દહેશત ફેલાવી છે, ત્યારે દરેક નાગરિક રસી લેવા માટે આગળ આવે તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચોઃ Grain Scam in Anand : રેશનકાર્ડ ધારકોના બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ કૌભાંડ કરતો શખ્સો ઝડપાયો

નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

ગામના જે લોકોએ રસી નથી લીધી તેમને રસી લેવા આકર્ષવા તથા રસીકરણને વેગ મળે તે હેતુથી કચ્છના પાટનગર ભુજ શહેરની ભાગોળે આવેલા માધાપર ગામના સરકારી દવાખાના ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પી.એચ.સી.ના ફાર્મસિસ્ટ દ્વારા રસી લે(Vaccination of PHC corona on Madhapar )નારા લોકોને બાસમતી ચોખાની થેલી ભેટમાં મળે તેવી યોજના અમલમાં મુકવામાં આવી છે. ભુજની જથ્થાબંધ બજારમાં પોતાના મિત્ર અભય શાહની પેઢી દ્વારા આ યોજનામાં બાસમતી ચોખાની 5 કિલ્લાની થેલી ભેટમાં આપવામાં આવી રહી છે.

પહેલાના પ્રમાણમાં રસી લેનારની સંખ્યામાં વધારો

આ યોજના મુજબ રોજ રસી લેનારા લોકોમાંથી લકી ડ્રો થકી કોઈ પણ પાંચ લોકોને પાંચ કિલો બાસમતી ચોખાની થેલી ભેટમાં આપવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે આ યોજના શરૂ કરાયા બાદ માધાપર પીએચસી ખાતે રસી લેનારા લોકોની સંખ્યામાં દોઢ ગણો વધારો નોંધાયો છે. હાલ રોજના અંદાજે 100 લોકો અહીં રસી લેવા માટે આવે છે.

નબળા વર્ગના લોકો રસી મુકાવે તે હેતુસર નવતર પ્રયોગ અમલમાં મૂકાયો

માધાપર પીએચસીના ફાર્મસિસ્ટ શક્તિસિંહ જાડેજા કે જેમને આ વિચાર આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા રસી લેનારા લોકોને તેલના કેન ભેટમાં આપવામાં આવતા હતા અને તે જાણ્યા બાદ તેમને પણ આ પ્રયોગ અહીં શરૂ કરવાનો વિચાર આવ્યો.છેલ્લા થોડા સમયથી માધાપર પીએચસી ખાતે રસી લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો માટે જ આ યોજના શરૂ કરી લોકોને રસી લેવા માટે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો પોતાની રોજીરોટી તોડી રસી મુકાવી શકે નહીં તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેનાથી તેમને લાભ થશે.
આ પણ વાંચોઃ Forest Department: સુરતના સરકુઈ ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.