કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ (Corona In Gujarat) ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનું નવું વેરિયન્ટ ઓમિક્રોન પણ દેશ (Omicron in India)માં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ (Corona In Kutch)ની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 77 પોઝિટિવ કેસો (Corona cases in kutch) નોંધાયા છે.
20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 175 થઈ છે. તો 20 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમિક્રોનના જિલ્લામાં 03 કેસો છે. જો કે આજે કોઈ નવો ઓમિક્રોનનો કેસ નોંધાયો ન હતો. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13,000 પોઝિટિવ કેસો (Omicron cases in kutch) નોંધાયા છે. જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. કચ્છ જિલ્લામાં 175 એક્ટિવ પોઝિટિવ કેસો (Active cases of corona in Kutch) છે. આજ સુધી સાજા થઈ ૨જા આપવામાં આવી હોય તેવા કેસો 12,713 છે. આજ સુધી ઓમિક્રોનના 04 કેસો નોંધાયા છે.
50 કેસો અર્બન વિસ્તારમાં તથા 27 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 77 કેસો પૈકી 50 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 27 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ (Corona cases in Bhuj) અને ગાંધીધામ (Corona cases in Gandhidham) તાલુકામાં સૌથી વધારે 29-29 કેસો નોંધાયા છે. માંડવી તાલુકામાં 8 કેસ, અંજાર તાલુકામાં 4 કેસ, મુન્દ્રા તાલુકામાં 3 કેસ, નખત્રાણા તાલુકામાં 2 કેસ, જ્યારે ભચાઉ અને લખપત તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં કુલ 20 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 11 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે જ્યારે 9 દર્દીઓ ભુજ તાલુકાના છે.
આ પણ વાંચો: Childrens Vaccination 2022: કચ્છ જિલ્લામાં 3જી જાન્યુઆરીથી 15થી18 વર્ષના બાળકોને અપાશે વેકિસનનો ડોઝ
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 27 કેસોની વિગત
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 27 કેસો પૈકી કોડકી ગામમાં 2, સુખપર ગામમાં 2, નિરોણા ગામમાં 2, માનકુવા ગામમાં 2, દુર્ગાપુર ગામમાં 2, રામપર વેકરા ગમમાં 2, મેઘપર બોરિચી ગામમાં 1, વર્ષમેડી ગામમાં 1, વરસાણા ગામમાં 1, નાની ચિરઈ ગામમાં 1, ખાવડા ગામમાં 1, સરલી ગામમાં 1, કેરા ગામમાં 1, મમુઆરા ગામમાં 1, નારણપર ગામમાં 1, ભુજોડી ગામમાં 1, ઘડુલી ગામમાં 1, ગઢશીશા ગામમાં 1, મોટી મઉ ગામમાં 1, જખનીયા ગામમાં 1 તથા ઝરપરા ગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
SMS પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી
હાલ જ્યારે ફરીથી દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટે કોરોના વિરોધી રસીના ડોઝ લેવા જોઈએ તથા કોરોના ગાઇડલાઈનના SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો: Corona In Surat: કોરોના વધતા નિયંત્રણો શરૂ, સુરતમાં સિટી અને BRTS બસો 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે