ETV Bharat / state

કચ્છ જિલ્લા પંચાયત તથા ભુજ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી - ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી

કચ્છ જિલ્લા અને તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન અરજણભાઈ ભૂડિયાની વિકાસશીલ પેનલના કચ્છ જિલ્લા પંચાયત અને ભુજ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા મહાજન સંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મહાજન સંપર્ક રેલીનું આયોજન કરાયું હતું

author img

By

Published : Feb 25, 2021, 12:10 PM IST

  • 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન હાથ ધરાશે
  • તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી
  • કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મહાજન સંપર્ક રેલીનું આયોજન કરાયું હતું

કચ્છઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષોએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને હવે જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચાર અંગે જોર લગાવી રહ્યાં છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન અરજણભાઈ ભૂડિયાની વિકાસશીલ પેનલના કચ્છ જિલ્લા પંચાયત અને ભુજ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા મહાજન સંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા પંચાયત તથા ભુજ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી

ઉમેદવારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં

આ મહાજન સંપર્ક રેલી માધાપર જૂનાવાસ તથા નવાવાસ વિસ્તારમાં કરવામાં આવી હતી. આ મહાજન સંપર્ક રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, હોદ્દેદારો અને ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કચ્છ જિલ્લા પંચાયતના માધાપર સીટના સવિતાબેન ભુડિયા, ભુજ તાલુકા પંચાયતના ઉમેદવાર વરસાણી દમુબેન, નર્મદાબેન પટેલ, અમૃતબેન ગામી, ભાવનાબેન વોરાએ જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.