કચ્છ- ભુજની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલમાં (Kutch Palara Jail)પાસપોર્ટ સંબંધી ગુના હેઠળ કેદી તરીકે રહેલી નાઇજીરીયા દેશની મહિલાને જેલમાં ફોનની સુવિધા આપવા બદલ જેલ અધિક્ષક (Palara jail superintendent) દ્વારા તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ (Complaint of sexual abuse of a Nigerian prisoner )હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જો કે જેલ અધિક્ષકે આ તમામ આક્ષેપોને ષડયંત્ર ગણીને ફગાવ્યા છે.
નાઇજીરીયન મહિલાનો ગુનો - પાસપોર્ટ અને દસ્તાવેજોમાં ચેડાં કરવાના ગુનામાં નાઇજીરીયન મહિલા 6 ડીસેમ્બર 2021ના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મહિલા વિદેશી હોઈ પહેલાં તેમને ભુજના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલાયા બાદ ભુજની પાલારા ખાસ જેલમાં (Kutch Palara Jail)ટ્રાન્સફર કરાયા હતા. જેલમાં હતા તે દરમિયાન જેલ અધિક્ષક દ્વારા તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી તેવી ફરિયાદ છે.
નાઇજીરીયન મહિલાના વકીલે શું કહ્યું -ફરિયાદી નાઇજીરીયન મહિલાના વકીલ દિલીપભાઇ જોષીના જણાવ્યા મુજબ આ કેસ હાઇકોર્ટમાં દાખલ કરાવ્યો છે. મહિલા ગત વર્ષના 23 સપ્ટેમ્બરના ભુજ આવ્યા હતા. તેમની પાસે માન્ય પાસપોર્ટ ન હોવા તથા ભારતમાં નિયમથી વધુ રોકાણ કર્યું હોવા અંગે ગુનો નોંધાયા બાદ ધરપકડ કરાઇ હતી. નાઇજીરીયન મહિલા વિરુદ્ધ IPC 465, 471 પાસપોર્ટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
![જેલ અધિક્ષકે આ તમામ આક્ષેપોને ષડયંત્ર ગણીને ફગાવ્યા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15147759_jail1.jpg)
આ પણ વાંચો- ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર
ફરિયાદી મહિલાએ કરેલા આરોપ મુજબ જેલના બે કર્મચારીઓની પણ સંડોવણી - જેલમાં તેમણે મહિલા પોલીસકર્મી પાસે ફરિયાદીના પરિવાર સાથે વાતચીત કરવા ફોનની મદદ માંગી હતી. જેમાં મહિલાકર્મીએ બદલામાં (Kutch Palara Jail)જેલ સુપરિન્ટેન્ડેન્ટને ખુશ કરે તો ફોન આપવા કહ્યું હતું. દરમિયાન ફરિયાદી મહિલાએ કરેલા આરોપ મુજબ પાલારા જેલના બે કર્મચારી ફરિયાદી મહિલા પાસે બેરેકમાં આવ્યા હતાં અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ રાજેન્દ્રસિંહ રાવ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું તથા ધાકધમકી પણ આપી હતી.
જેલ અધિક્ષકે આ બાબતને ષડયંત્ર ગણાવી- ગત 5 એપ્રિલના રાત્રે 10 વાગ્યે જેલ સુપરિન્ટેન્ડેન્ટ આ ફરિયાદી મહિલાની બેરેકમાં આવ્યા હતાં અને જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો તેવું આ ફરિયાદમાં જણાવાયું છે. દરમિયાન આ ફરિયાદ અન્વયે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે આ બાબતને ષડયંત્ર ગણાવી હતી. જેલના નિયમો મુજબ મહિલા બેરેક સુધી એકલી વ્યક્તિને જવાનું શક્ય ન હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.આ ઉપરાંત નાઇજીરીયન મહિલાને હિન્દી બોલતા નથી આવડતું અને અંગ્રેજી ભાષા પણ તૂટેલી ફૂટેલી બોલે છે જે સમજી શકાય તેમ પણ નથી.
આ પણ વાંચો - Prisoners Bhajiya House Closed in Bhuj : પાલારા જેલના ફેમસ ભજીયા હાઉસને કેમ લાગ્યા તાળાં?
આક્ષેપો તદન ખોટા છે, ઉપજાવેલી કાઢેલી સ્ટોરી છે: જેલ અધિક્ષક -ગળપાદર જેલમાં રહેલા આરોપી મહિલા કેદીને પણ નાઇજીરીયન મહિલા સાથે જ બેરેકમાં (Kutch Palara Jail)રાખવામાં આવ્યાં છે. 7મી જાન્યુઆરી 2022ના રોજ પાલારા ખાસ જેલમાં આ મહિલા કેદીને મોકલવામાં આવ્યા હતાં. આ મહિલા પાસેથી મોબાઈલ પણ મળી આવેલ હતો જેના માટે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તે મહિલા કેદીએ જેલ અધિક્ષકને ખોટા આક્ષેપોમાં ફસાવવાની ગર્ભિત ધમકીઓ પણ આપી હતી. માટે આ બધા આક્ષેપો જેલ અધિક્ષકનું મોરલ તોડવા માટે કરવામાં આવ્યા છે અને એક ઉપજાવી કાઢેલી સ્ટોરી છે. આ ઉપરાંત જેલ અધિક્ષકે જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય તપાસ એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે.