આ બેઠકના પ્રારંભે સ્ટેક હોલ્ડરોને માર્ગદર્શન આપતાં સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર શારદાબેન કાથડે જણાવ્યું હતું કે, 1 ઓકટોબરથી મેન્યુઅલ સ્ટેમ્પ ઉપર રોક લાગી જશે. જુની પધ્ધતિએ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણી માટે સ્ટેમ્પ પેપરનું કોઇ વિતરણ કરવામાં આવશે નહી. આ ઉપરાંત તેમણે સ્ટેમ્પ વેન્ડરને લગતા પ્રશ્નો સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના બ્રાંચ મેનેજર દર્શન ઉપાધ્યાયે સ્ટેકહોલ્ડરોને સ્થળ ઉપર જ ઈ-સ્ટેમ્પીંગ એપ્લીકેશન પ્રોસેસ, કન્વર્ઝન, રજીસ્ટ્રેશન પ્રોસેસ, એનેક્ષર-એ શું છે, પ્રપોઝલ, રજીસ્ટ્રેશન અને લેઝર પ્રીન્ટર મારફતે ઈ-સ્ટેમ્પીંગ કઈ રીતે મેળવી શકે તે અંગે પણ સ્ટેકહોલ્ડરોને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.