શનિવારે કચ્છના નલિયામાં 3.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. રવિવાર સવારે તાપમાનનો પારો 8.4 પર પહોંચ્યો છે. કચ્છ જિલ્લાના વડુમથક ભૂજમાં 9.8 અને કંડલામાં 9.2 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે આશિક રાહત વચ્ચે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.
કચ્છ જિલ્લાના નલિયામાં 3.6 ડિગ્રીની પગલે જનજીવન અસ્તવ્ય્સત બની ગયુ છે. શનિવારે 10 વર્ષનો રકોર્ડ તોડીને પડેલી ઠંડીને પગલે ઈટીવી ભારતની ટીમ નલિયા પહોંચી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.