- દેશભરમાં કૃષિ કાયદાઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે
- ખાનગી કંપનીઓ દ્વારા જમીન ઓછા ભાવે ખરીદાતી હોવાના આક્ષેપો
- યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચિમકી
કચ્છ: મુન્દ્રા તાલુકાનાં કેટલાક ગામોમાં જમીન ધરાવતા ખેડૂતોની જમીનો પ્રાઈવેટ કંપનીઓ દ્વારા સંપાદન કરીને ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાતુ હોવાથી ખેડૂતો દ્વારા રેલી યોજીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે મુન્દ્રામાં ચક્કાજામ 15 જેટલા ખેડૂતોની અટકાયતસરકાર દ્વારા જ્યારે સંપાદન થતું હોય છે ત્યારે 4 ગણું વળતર મળે છે, પરંતુ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા અન્યાય થતો આવ્યો છે. જો આવી રીતે જ ચાલ્યા કરે તો ભવિષ્યમાં ઘણાબધા ખેડૂતોની જમીન ખતરામાં પડી જાય તેમ છે. આ અંગે સેંકડો રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય વળતર ન મળતા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી વ્યક્તિગત રીતે તેમજ ખેડૂત સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવશે. પ્રાગપર ચોકડી પર ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ચક્કાજામમાં 15 જેટલા ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત પણ કરી હતી.