આ કાર્નિવલ ઉજવણીમાં આજે એટલે સોમવારે સવારે શિવનગર, ભીમરાવનગર અને પાટવાડી પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ નાટક યોજાયા હતા. જ્યારે બપોરે 3 કલાકે સ્વચ્થ બાળક તબીબ પરીક્ષણનું આયોજન કરાયું હતું. તેમજ તા. 21મીએ સાંજે 4 વાગ્યે ગાયનેક ડોકટર અને બાળરોગ નિષ્ણાંતોનું પ્રવચન ટાઉનહોલ ખાતે યોજવામાં આવશે. 22મીએ સાંજે હમીરસર તળાવના કિનારે કચ્છી સંગીત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 23મીએ સવારે 6.30 કલાકે યોગશિબિર, સુર્યનમસ્કાર જયુબેલી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
જ્યારે ટાઉનહોલ ખાતે વોઈસ ઓફ ભુજ સ્પર્ધા યોજાશે. તેમજ 24મીએ સવારે યોગશિબિર અને સુર્યનમસ્કાર ઉપરાંત 'આહાર એજ ઔષધ' કાર્યક્રમ લોહાણા મહાજનવાડી ખાતે બપોરે 3 વાગ્યે યોજાશે. 25મીએ યોગશિબિર સુર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય ઉજવણી 26મી જાન્યુઆરીએ સવારે નગરપાલિકા કચેરીમાં ધ્વજવંદન અને છતરડીવાળા તળાવમાં વૃક્ષારોપણ કરાશે. સાંજે હમીરસર તળાવના કિનારે ભારત માતાનું પુજન અને ભુકંપ દિવગંતોને શ્રદ્ધાજંલિ આપવા દેશભકિતના ગીતોનું આયોજન કરવામાં આવશે.
આ અંગે નગરપાલિકાના કારોબારી ચેરમને ભરત રાણાએ જણાવ્યું હતું કે, આ તમામ આયોજનમાં નાગિરકો જોડાય તે માટે ખાસ વિવિધ આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યા છે. વિવિધ સ્પર્ધાઓ માટે વિજેતોઓને રૂ. 5 હજારથી 1 લાખના સુધીના રોકડ ઈનામ રખાયા છે. જ્યારે નાગરિકો કાર્નિવલ ઉજવણીમાં જોડાય તે માટે દર્શકો માટે પણ રૂ. 500થી 10,000 રૂપિયા ઈનામ રાખવામાં આવ્યું છે.