- વોર્ડ નંબર-6માં કર્યો પ્રચાર-પ્રસાર
- બહુમતીથી વિજયી બનાવવા કરી અપીલ
- વિજયી ભવ: ના આશિર્વાદ આપ્યા
ભુજ: નગરપાલિકાના વોર્ડ નંબર-6 ના ભાજપના ઉમેદવારો જલધિ ચંદ્રભાઈ વ્યાસ, નસીમા ઈબ્રાહિમ ખાન પઠાણ, સંજય મેઘજીભાઈ ઠક્કર અને હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલા એ ઉમેદમાં ડોર ટુ ડોર જઈને સ્થાનિકો પાસે પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
ભાજપને મત આપો એવી કરી અપીલ
આ પ્રચાર-પ્રસાર દરમિયાન ઉમેદનગરના સ્થાનિક વડીલોએ તેમને વિજય ભવ:ના આશિર્વાદ આપ્યા હતા. અને ઉમેદવારોએ વિકાસની યાત્રાને અવરીત ચાલુ રાખવા ભાજપને મત આપો એવી અપીલ કરી હતી.