- ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ મીઠાઈ વહેંચી શુભેચ્છા પાઠવી
- ભારતના પિલર નંબર 1079/M પાસે શુભેચ્છાની આપ-લે કરવામાં આવી
- મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે અપાઈ શુભેચ્છા
કચ્છ: સરહદ પર આવેલા પિલર નંબર 1079/M પર આજે 14 ઓગસ્ટના રોજ BSF અને પાકિસ્તાનના રેન્જર્સે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી તથા મીઠાઈઓની આપ-લે કરી હતી. આવા ઐતિહાસિક અને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે એકબીજાને મીઠાઈ આપવી અને તેમની શુભેચ્છાઓ મોકલવાથી બંને દેશો વચ્ચે પરસ્પર સંવાદિતા અને ભાઈચારો વધે છે.
ભારત-પાકિસ્તાનના સંબંધો માટે સકારાત્ક પ્રસંગ
આવા પ્રસંગો BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.